Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

મોદી સરકારનો મોટો નિર્ણંય : હવે પીડીએસ અંતર્ગત એકસાથે છ મહિનાનું રાશન લઇ શકાશે

હાલમાં વધુમાં વધુ બે મહિનાનું રાશન એડવાન્સમાં લેવાની સુવિધા : પંજાબમાં પહેલાથી છ મહિનાનું રાશન અપાઈ છે

 

નવી દિલ્હી : મોદી સરકારે મોટો મોટો નિર્ણંય કર્યો છે ફૂડ અને કન્ઝ્યુમર મંત્રી રામ વિલાસ પાસવાને કહ્યું છે કે 75 કરોડ બેનિફિશિયરી પબ્લિક ડિસ્ટ્રીબ્યૂશન સિસ્ટમ ( પીડીએસ )અંતર્ગત એક વખતમાં 6 મહિનાનું રાશન લઈ શકશે. સરકારે આ નિર્ણય કોરોના વાયરસના સંક્રમણને જોતા લીધો છે. હાલ પીડીએસ દ્વારા બેનિફિશિયરીને વધારેમાં વધારે 2 મહિનાનું રાશન એડવાન્સમાં લેવાની સુવિધા છે. જોકે પંજાબ સરકાર પહેલાથી જ 6 મહિનાનું રાશન આપી રહી છે.

  પાસવાને કહ્યું હતું કે અમારા ગોડાઉનમાં ઘણું અનાજ છે. અમે રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ગરીબોને એક વખતમાં 6 મહિનાનું રાશન આપવા કહ્યું છે. કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણના કારણે સંભવિત પ્રતિબંધથી સપ્લાય બાધિત થવા પર ગરીબ લોકોને અનાજની ખોટ ના પડે, તે જોતા આ નિર્ણય કરવામાં આવ્યો છે. એક સમયે વધારે રાશન લેવાની છૂટ આપવાથી સેન્ટ્રલ સ્ટોરેજ પર પ્રેશર ઓછું થશે કારણ કે કેટલીક માત્રામાં ઘઉં ખુલ્લામાં રાખવામાં આવ્યા છે. સરકાર પાસે 435 લાખ ટન સરપ્લસ અનાજ છે. જેમાં 272.19 લાખ ટન ચોખા અને 162.79 લાખ ટન ઘઉં છે.

   કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે કેન્દ્રએ રાજ્ય સરકારને એડવાઇઝરી જાહેરાત કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે કોવિડ-19 (COVID-19)ના વધી રહેલા પ્રકોપને કારણે સસ્તાની અનાજ દુકાનો પર ભીડને મેનેજ કરવા માટે સુરક્ષાત્મક પગલાં ઉઠાવે. વર્તમાન સમયમાં સરકાર પીડીએસ સિસ્ટમ પ્રમાણે દેશભરના 5 લાખ રાશન દુકાનો પર બેનિફિશિયરીને 5 કિલોગ્રામ સબ્સિડાઇઝ અનાજ દરે મહિને આપે છે. જેના પર સરકારને વાર્ષિક 1.4 લાખ કરોડ રુપિયા ખર્ચ થાય છે. સસ્તા અનાજની દુકાનો પર 3 રુપિયા કિલો ચોખા, 2 રુપિયા કિલો ઘઉં અને 1 રુપિયા કિલો કોર્સ અનાજ વેચે છે.

(10:51 pm IST)