Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

કચ્છમાંનો ચોથો શંકાસ્પદ દર્દી : દુબઈથી આવેલ મુન્દ્રાનો રહેવાસી હોસ્પિટલાઈઝ

(ભુજ) વિદેશથી આવતા લોકોને કચ્છના વહીવટી તંત્ર દ્વારા કોરોના સામે સતર્કતા વર્તવા તાકીદ કરાયા બાદ દુબઈથી પરત ફરેલા મુન્દ્રાના રહેવાસીએ સંદર્ભે પોતાની તપાસ કરાવી હતી. તે દરમ્યાન વ્યક્તિને તાવ, શરદી, ખાંસી જેવા લક્ષણો જણાતાં જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા તેને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. પુરુષ દર્દીને અત્યારે આઇસોલેશન વોર્ડમાં દાખલ કરીને તેના નમૂનાઓ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. કચ્છમાં અત્યાર સુધી કોરોના ના શંકાસ્પદ દર્દીઓ પછી ચોથો કેસ છે.

(10:43 pm IST)