Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

ભારતમાં ધમધમતા ગેરકાયદે કોલ સેન્ટરમાંથી દરરોજ ૧૦ હજાર બ્રિટીશરોને ટેકસ-લોનની પેનલ્ટીના નામે લુંટવામાં આવે છે!!

લેપટોપમાં બ્રિટનના કોલ ડેટા સાથે ભારતના કોઇ પણ ખુણે ઓફીસો ખોલી ભેજાબાજો ટેકસ પેનલ્ટી અને જેલ સજાની ધમકી હર મેજીસ્ટીસ રેવન્યુ એન્ડ કસ્ટમ્સના નામે આપી સીફતપૂર્વક ઓનલાઇન નાણા ખંખેરી લે છેઃ આ રીતે જ ઓસ્ટ્રેલીયા, ન્યુઝીલેન્ડ જેવા દેશના લોકોને પણ ચુનો ચોપડવામાં આવે છે

લંડન, તા., ૧૯: ભારતમાં બેઠા-બેઠા છેતરપીંડીબાજો  લંડનના લોકો પાસેથી ટેકસની પેનલ્ટી અને જેલ સજા સુધીની ધમકી આપી બ્રિટનના રેવન્યુ એન્ડ કસ્ટમ્સના પ્રતિનિધિ તરીકે ઓળખ આપી લાખ્ખો રૂપીયા ખંખેરી લે છે. આવી રીતે દરરોજ ૧૦ હજાર લોકોને ફોન કોલ્સ કરવામાં આવે છે. છેલ્લા ૬ મહિનામાં હર મેજીસ્ટીસ રેવન્યુ એન્ડ કસ્ટમ્સ (બ્રીટન) પાસે ટેકસના નામે થયેલી છેતરપીંડીની  ૩૩૦ ફરીયાદો નોંધાઇ છે. ઘણા લોકોએ પોતાના પાસેથી ઓનલાઇન થયેલું ઉઘરાણું સતાવાળાઓએ કર્યાનું સમજી હજારો-લાખ્ખો રૂપીયા ચુકવી આપ્યા છે. ડેઇલી મેઇલ ડોટ કોમના ટોમ કેલીએ આ માટે પોતાની વેબસાઇટ ઉપર છેતરાયેલા લોકોને માહતી આપવા અપીલ કરી છે.

ખુણે-ખાચરે ઓફીસોમાં બેસી ભારતમાંથી હર મેજીસ્ટીસ રેવન્યુ એન્ડ કસ્ટમ્સ (એચએમઆરસી) ના નામે દરરોજના ૧૦ હજાર લોકોને મુરખ બનાવવામાં આવે છે. ભોગ બનનારને એવું કહેવામાં આવે છે કે 'તેઓએ ટેકસ ચોરી કરી છે, જો કાયદાકીય કાર્યવાહી અને જેલથી બચવા માંગતા હો તો તાત્કાલીક આટલા ડોલર કે આટલા પાઉન્ડ જે તે એકાઉન્ટમાં જમા કરાવો'... આવી ધમકી સતાવાળાઓએ આપ્યાનું સમજી લોકો ફટાફટ પૈસા જમા કરાવી દે છે અને  ભેજાબાજો  પોતાના ગજવા ગરમ કરી લે છે. ભારતના આવા બોગસ કોલ સેન્ટરો  જુદી-જુદી રીતે છેતરપીંડી કરે છે. ઘણા લોકો બેંક પેમેન્ટ કે લોનના રીપેમેન્ટ માટે ધમકાવી નાણા પડાવી લે છે. આ લોકો બ્રિટનના ફોન નંબર મેળવી એચએમઆરસીના ફોન નંબર પણ કોપી કરી લેતા હોય છે જેને લઇને સામેની વ્યકિતના ડીસપ્લે ઉપર ઓફીશ્યલ નંબરો ફલેશ થવાના કારણે તેમની પાસેથી થઇ રહેલી ઉઘરાણી સરકારી વિભાગ દ્વારા  થતી હોવાનું જલ્દીથી લોકોને ગળે ઉતરી જતું હોય છે.એફબીઆઇએ ભારતને આ બારામાં પગલા લેવા પણ જણાવાયું છે. લંડનની ઓથોરીટીએ અમદાવાદ સ્થિત ગેંગની તમામ માહીતી ભારતની પોલીસને પણ ફોરવર્ડ કરી હોવાનું રીપોર્ટમાં જણાવાયું છે.

(3:54 pm IST)
  • સેન્સેકસ ર૦૦ પોઇન્ટ અપ : સેન્સેકસ ર૦૦ પોઇન્ટ વધીને ૩૮ર૯૧ અને નીફટી ૧૯૬ પોઇન્ટ વધીને ૧૧પ૧૧ : ડોલર સામે રૂપિયો ૬૮.૮૪ : બેંક નીફટીના તમામ ૧ર શેર્સમાં ખરીદી : ઓઇલ-ગેસ, મેટલ બેંક શેર્સમાં ધુમ ખરીદી access_time 4:08 pm IST

  • અમદાવાદના ચમનપુરામાં ડુપ્લીકેટ ઘી ઝડપાયુ બ્રાન્ડેડ કંપનીનું સ્ટીકર લગાવી ડુપ્લીકેટ ઘી વેચવાનું કારસ્તાન : ઝડપાયુ : ક્રાઈમ બ્રાન્ચે ૩.૪૮ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો access_time 6:04 pm IST

  • જોડીયાના બાદનપરની ઉંડ નદીમાંથી રેતી ચોરી કરતાં ૧૭ વાહનોને ઝડપી લેતી જામનગર ગ્રામ્ય પોલીસ : નાયબ પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંઘ તથા પોલીસ અધિક્ષક શરદસિંઘલ (જામનગર), સંદિપ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જે.સી.ગોહીલ, વી.કે.ગોહીલ સહિતનાઓએ અલગ અલગ ટીમો બનાવી જોડીયા અને બાદનપર નદીકાંઠા વિસ્તારમાં કોમ્બીંગ કરી ૧૪ ડમ્પરો અને ૨ ટેકટરો તથા ૧ જેસીબી મશીન સહિત કુલ ૧૭ વાહનોને જપ્તીમાં લઈ ખાણ ખનીજ વિભાગ જામનગરને સોંપી રેતી ચોરી સબબ કાર્યવાહી હાથ ધરી access_time 6:04 pm IST