Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

ઉર્જાનો અખૂટ ભંડાર મેળવવા સુર્યને પૃથ્વી પર ઉતારતો મહાપ્રયોગ

અળવીતરા ચીને ન્યુકલીયર ફયુઝન રિએકટમાં ૧૦ કરોડ ડિગ્રી સે.તાપમાન સર્જી બતાવ્યું : પેટ્રોલીયમ, કોલસો, પરમાણુ ઉર્જાના મર્યાદિત સ્ત્રોત વચ્ચે વૈજ્ઞાનિકોના નવી ઉર્જા શોધવા પ્રયાસ : સુર્યના તાપમાનથી ૬ ગણું વધુ તાપમાન રિએકટરમાં ૧૦ સેકન્ડ સુધી સ્થિર રહયું : વિશ્વમાં ખળભળાટ

રાજકોટ તા. ૧૯ : કોઈ પણ ભોગે અવનવા પ્રયોગ, સંશોધન કરવા માટે ચીન જાણીતું છે. પાકિસ્તાનને ખોળામાં બેસાડીને ભારત માટે માથાના દુઃખાવારૂપ બનેલું ચીન એવા પ્રયોગ પર કામ કરી રહયું છે જેનાથી આખી દુનિયા ચોંકી ઉઠી છે. ચીન સુર્યને ધરતી પર ઉતારવાના પ્રયોગમાં લાગેલું છે.  ઉર્જાનો અખૂટ ભંડાર ઉભો કરવા ચીન પ્રયોગ કરી રહયું છે જેમાં તેણે પ્રાથમિક સફળતા પણ હાંસલ કરી લીધી છે.

માનવ વિકાસ માટે ઉર્જાની જરૂર પડે છે. વીજળી પર આપણી નિર્ભરતાને પગલે ભવિષ્યમાં ઉર્જા વ્યય વધવાનો છે. આટલી ઉર્જા આવશે કયાંથી ? પૃથ્વી પર પેટ્રોલીયમ અને કોલસાનો ભંડાર મર્યાદીત છે. આજે નહીં તો આવતી કાલે તે ખૂટી જશે. પરમાણુ ઉર્જાને એક વિકલ્પ તરીકે જોવામાં આવે છે પરંતુ તે માટે જરૂરી યુરેનિયમ કે થોરીયમ જેના દવારા પરમાણુ રિએકટરમાં ઉર્જા ક્રિયા ઉત્પન્ન થાય છે તેનો ભંડાર પણ મર્યાદીત છે. પરમાણુ ઉર્જા ઉત્પન્ન કરતાં રેડિયોએકટીવ કિરણો નું જોખમ રહે છે. વૈજ્ઞાનિકો લાંબા સમયથી એવી ઉર્જાની શોધ કરી રહયા છે જે પર્યાવરણને સાનુકૂળ હોવા સાથે આપણી જરૂરીયાતો પણ પુર્ણ કરે. ન્યુકલીયર ફયુઝને આવી સંભાવના ઉભી કરી છે.

સુર્ય અને અન્ય તારાઓની ઉર્જાનો સ્ત્રોત ન્યુકલીયર ફયુઝનની ક્રિયામાંથી ઉત્પન્ન થાય છે. બે નાના પરમાણુ એક મોટા તત્વના પરમાણુનું સર્જન કરે છે. હાઈડ્રોજનના ચાર પરમાણુને જોડવામાં આવે તો હિલીયમના એક પરમાણુનું નિર્માણ થાય છે. સુર્યમાં થતી ઉર્જાની ક્રિયાને પૃથ્વી પર ઉતારવા વૈજ્ઞાનિકો વર્ષોથી મહેનત કરી રહયા છે. જેથી અખૂટ વીજળી મેળવી શકાય. જો પ્રયોગ સફળ રહયો તો સુર્યને પૃથ્વી પર ઉતાર્યા જેવું બની રહેશે.

લક્ષ્ય હજુ દૂર છે પરંતુ ચીની વૈજ્ઞાનિકો આ દિશામાં એક પગલું આગળ વધ્યા છે. ચીનના હેફઈ ઈન્સ્ટીટયૂટ ઓફ ફિઝીકલ સાયન્સના જણાવ્યા મુજબ ચીન પોતાના ન્યુકલીયર ફયુઝન કાર્યક્રમ હેઠળ સુર્યની જેમ ઉર્જા સ્ત્રોત ઉભો કરવા પ્રયત્નશીલ છે. આ યોજના સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકોએ મોટી સફળતા મળ્યાનો દાવો કર્યો છે. ચાઈના ડેઈલીમાં પ્રકાશિત અહેવાલ અનુસાર વૈજ્ઞાનિકોએ સુર્યના તાપમાનથી ૬ ગણું વધુ તાપમાન આશરે ૧૦ કરોડ ડિગ્રી સેલ્સિયસ, ચાઈના ઈન્સ્ટીટયૂટ ઓફ પ્લાઝમા ફિઝીકસના ન્યુકલીયર ફયૂઝન રિએકટરમાં ઉત્પન્ન કરંી લીધુ છે. આ તાપમાનને ૧૦ સેકન્ડ સુધી સ્થિર રખાયું હતુ. ન્યુકલીયર ફયૂઝનની પ્રક્રિયા પુર્ણ કરવા આટલું તાપમાન અને દબાણ જરૂરી છે. અત્યાર સુધી કયારેય પૃથ્વી પર આટલું ઉંચુ તાપમાન ઉત્પન્ન કરી શકાયું નથી. ચીન દ્વારા તૈયાર કરાયેલા આ ફયુઝન રિએકટરનો વ્યાસ ૮ મીટર, લંબાઈ ૧૧ મીટર અને વજન ૪૦૦ ટન છે. આ રિએકટરને ધ એકસપેરિમેન્ટલ એડવાન્સ સુપરકંડકટીંગ ટોકામક (ઈસ્ટ) નામ આપવામાં આવ્યું છે. ચીનના અનહુઈ પ્રાંતમાં આ રિએકટર બનાવવામાં આવ્યું છે. આગામી ૧૦–૧પ વર્ષોમાં ચીન આ પ્રયોગમાં નોંધપાત્ર સફળતા હાંસલ કરી લે તેવી સંભાવના છે.(૨૧.૨૩)

(3:53 pm IST)
  • જામનગર સીટી પોલીસ સ્ટેશનમાં લૂંટના ગુનામાં નાસતો ફરતો ફિરોઝ ઉર્ફે ફિરીયો ગફાર ઝડપાયો : પેરોલ ફરલો સ્કવોડના પીએસઆઈ શિવાય બારોટ અને ઈન્ચાર્જ આર.બી.ગોજીયાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ અરજણભાઈ કોડીયાતર તથા લઘધીરસિંહ જાડેજાએ પેટ્રોલીંગ દરમિયાન સંતોષી માના મંદિર પાસેથી ફિરોઝને ઝડપી લીધો access_time 6:04 pm IST

  • ભ્રમ ના ફેલાવે કોંગ્રેસ :બસપા પ્રમુખ માયાવતીએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર :માયાવતીએ કહ્યું સાત સીટો છોડવાનો કોંગ્રેસ ભ્રમ ના ફેલાવે :કોંગ્રેસ સાથે અમારું કોઈ ગઠબંધન નથી access_time 12:56 am IST

  • અમદાવાદના ચમનપુરામાં ડુપ્લીકેટ ઘી ઝડપાયુ બ્રાન્ડેડ કંપનીનું સ્ટીકર લગાવી ડુપ્લીકેટ ઘી વેચવાનું કારસ્તાન : ઝડપાયુ : ક્રાઈમ બ્રાન્ચે ૩.૪૮ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો access_time 6:04 pm IST