Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

પ્રમોદ સાવંત ગોવાના નવા મુખ્યમંત્રી બન્યા : રાત્રે ૨ વાગ્યે શપથવિધિ : બે ડે.સીએમ રહેશે

૧૧ પ્રધાનોએ પણ શપથ લીધા : ભાજપનું સંખ્યાબળ ૨૦

પણજી તા. ૧૯ : ભાજપના ધારાસભ્ય પ્રમોદ સાવંત ગોવાના નવા મુખ્યમંત્રી બન્યા છે તેમની સાથે ૧૧ વધુ મંત્રીઓએ શપથ લીધા છે. સાવંત ભાજપ ગઠબંધનનું નેતૃત્વ કરશે. જે અન્ય ૧૧ પ્રધાનોએ શપથ લીધા છે તેમાંથી બધા અગાઉની સરકારમાં પ્રધાન હતા. સીએમ પદના શપથ લેતા પહેલા સાવંતે સ્પીકર પદ છોડયું હતું. કેન્દ્રીય મંત્રી ગડકરી શપથવિધિમાં હાજર રહ્યા હતા. તેમની સાથે એમજીપીના સુધીન ધનલીકર અને ગોવા ફોરવર્ડ પાર્ટીના પ્રમુખ વિજય સરદેસાઇએ નાયબ મુખ્યમંત્રી પદ તરીકે શપથ લીધા હતા. આ સમારોહ રાત્રે ૧૨ વાગ્યે યોજાયો હતો. એ પહેલા ભાજપ ગઠબંધને રાજ્યપાલને ૨૦ ધારાસભ્યના ટેકાનો પત્ર સોંપ્યો હતો. ભાજપને એમજીપીના ૩, જીએફપીના ૩, અપક્ષો-૩નું સમર્થન મળ્યું છે.

 ૪૬ વર્ષના સાવંત આરએસએસ કેડરથી આવતા ગોવાના બીજેપીના એકમાત્ર ધારાસભ્ય છે. આ પહેલા તેઓ પાર્ટીના પ્રવકતા તેમજ ગોવા વિધાનસભાના અધ્યક્ષ હતા.

સાવંતનો શપથ ગ્રહણ સમારંભ સોમવારે રાત્રે ૧૧ વાગ્યે યોજાવાનો હતો પરંતુ સાથી પક્ષોની ખેંચતાણને કારણે શપથ ગ્રહણ સમારંભ મોડો યોજાયો હતો. આખરે રાત્રે બે વાગ્યે બે નાયબ મુખ્યમંત્રી અને નવ મંત્રી સાથે સાવંતે સીએમ પદના શપથ લીધા હતા.

આ મંત્રીઓમાં એમજીપીના સુદીન ધાવલિકર અને મનોહર અજગાંવકર ઉપરાંત ગોવા ફોરવર્ડ પાર્ટીના વિજય સરદેસાઇલ, વિનોદ પાલીકર અને જયેશ સલગાંવકર સામેલ છે. જયારે બીજેપીના મૌવિન ગોહિન્દો, વિશ્વજીત રાણે, મિલિંદ નાઇક અને નિલેશ નાઇકનો સમાવેશ થાય છે. આ તમામ લોકોએ ગોપનિયતાના શપથ લીધા હતા. આ ઉપરાંત અપક્ષ ધારાસભ્ય રોહન ખવંટે અને ગોવિંદ ગાવડેએ પણ મંત્રી પદના શપથ લીધા હતા.

પ્રમોદ સાવંત ઉત્તર ગોવાની સૈનક્કલિમ વિધાનસભા બેઠક પરથી ચૂંટાઈ આવ્યા છે. તેઓ વ્યવસાયે આયુર્વેદિક ડોકટર છે. તેમને પારિકરના નજીકના માનવામાં આવે છે.

(11:31 am IST)
  • વડાપ્રધાન મોદીના ગઢમાં પ્રિયંકા ગાંધી :વારાણસીના ગંગા તટે મંદિરમાં માથું ટેકવ્યું :લાલબહાદુર શાસ્ત્રીના પૈતૃક ઘરની લેશે મુલાકાત :આ પહેલા મિર્ઝાપુરમાં મૌલાના ઈસ્માઈલ ચિશ્તીની મજાર પર ચાદર ચડાવી:વિદ્યા વાસીની મંદિરમાં દર્શન કર્યા: ભદોહીમાં સીતામઢી સમાહિત મંદિરમાં પૂજા અર્ચન કર્યા હતા access_time 1:17 am IST

  • જોડીયાના બાદનપરની ઉંડ નદીમાંથી રેતી ચોરી કરતાં ૧૭ વાહનોને ઝડપી લેતી જામનગર ગ્રામ્ય પોલીસ : નાયબ પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંઘ તથા પોલીસ અધિક્ષક શરદસિંઘલ (જામનગર), સંદિપ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જે.સી.ગોહીલ, વી.કે.ગોહીલ સહિતનાઓએ અલગ અલગ ટીમો બનાવી જોડીયા અને બાદનપર નદીકાંઠા વિસ્તારમાં કોમ્બીંગ કરી ૧૪ ડમ્પરો અને ૨ ટેકટરો તથા ૧ જેસીબી મશીન સહિત કુલ ૧૭ વાહનોને જપ્તીમાં લઈ ખાણ ખનીજ વિભાગ જામનગરને સોંપી રેતી ચોરી સબબ કાર્યવાહી હાથ ધરી access_time 6:04 pm IST

  • ૭૦ વર્ષની એકધારા ''રટણ''ની હવે એકસ્પાયરી આવશેઃ પ્રિયંકા ગાંધીના મોદી સરકાર ઉપર પ્રહારોઃ 'રીપોર્ટ કાર્ડ' સાંભળવામાં સારૂ લાગે છેઃ યુપીમાં ૫ વર્ષમાં કોઇ બદલાવ આવ્યો નથી access_time 3:22 pm IST