Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

મસુદ અઝહરના સમર્થક ચીન સહિતના દેશની વસ્‍તુઓ અને લોકોનો રાજનૈતિક, સામાજિક અને આર્થિક બહિષ્‍કાર કરવો જોઇઅેઃ યોગગુરૂ બાબા રામદેવનું ટ્વિટ

દિલ્હી : જૈશ એ મોહમ્મદના મુખિયા મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી તરીકે માન્યતા આપાવવાના ભારતના પ્રયાસમાં ચીન અડચણરૂપ બનતા દેશમાં ચીની વસ્તુઓ પર પ્રતિબંધ મુકવાની માંગ ઊઠી છે. આ માંગનો પડઘો ટ્વિટર પર સૌથી વધારે જોવા મળે છે. યોગગુરુ બાબા રામદેવ અને મેઘાલયના રાજ્યપાલ તથાગત રોયએ ટ્વિટર પર આ વિરોધનો મોરચો સંભાળ્યો છે.

યોગગુરુ બાબા રામદેવએ ટ્વિટ કરતાં કહ્યું છે કે મસૂદ અઝહરના સમર્થક ચીન સહિતના દેશની વસ્તુઓ અને લોકોનો રાજનૈતિક, સામાજિક અને આર્થિક રીતે બહિષ્કાર કરવો જોઈએ. ચીન વ્યાવસાયિક ભાષા જ સમજે છે, આર્થિક બહિષ્કાર યુદ્ધ કરતાં વધારે શક્તિશાળી સાબિત થાય છે.

જેઈએમ પ્રમુખ વિરુદ્ધ પ્રતિબંધો પર ચીનએ વીટોનો ઉપયોગ કરતાં મેઘાલયના રાજ્યપાલએ પણ ચીની ઉત્પાદનોના બહિષ્કારની વાત કરી હતી. તેમણે ટ્વિટમાં જણાવ્યું હતું કે મસૂદને પ્રતિબંધિત કરવાના સંયુક્ત રાષ્ટ્રના પગલાને ચીનએ ચોથી વખત અટકાવ્યા છે. આ સાથે જ ટ્વિટર પર ચીનની પ્રોડક્ટનો ઉપયોગ બંધ કરવાની ટ્વિટ સતત વધી છે. માત્ર ચીની વસ્તુઓ જ નહીં પરંતુ યૂઝર્સ ચીની એપ્લીકેશનને પણ ડિલીટ કરવાની વાત કરી રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે ભારતમાં ખૂબ પ્રચલિત થયેલી ટિકટોક, યૂસી બ્રાઉઝર, બ્યૂટી પ્લસ જેવી એપનો પણ બહિષ્કાર કરવાની વાત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર 2018ના એક રીપોર્ટ અનુસાર ગૂગલ પ્લે સ્ટોરમાંથી સૌથી વધારે ભારતમાં ઈન્સ્ટોલ થતી 100 એપ્લીકેશનમાંથી 44 એપ ચાઈનીઝ છે. આ આંકડો વર્ષ 2017માં માત્ર 18 હતો. એટલે કે 2017માં 100માંથી માત્ર 18 એપ જ ચાઈનીઝ હતી. આ વિવાદના પગલે કેટલાક યૂઝર્સ પોતાના ફોનમાંથી ચાઈનીઝ એપ પર અનઈસ્ટોલ કરવા લાગ્યા છે.

(12:00 am IST)
  • વડાપ્રધાન મોદીના ગઢમાં પ્રિયંકા ગાંધી :વારાણસીના ગંગા તટે મંદિરમાં માથું ટેકવ્યું :લાલબહાદુર શાસ્ત્રીના પૈતૃક ઘરની લેશે મુલાકાત :આ પહેલા મિર્ઝાપુરમાં મૌલાના ઈસ્માઈલ ચિશ્તીની મજાર પર ચાદર ચડાવી:વિદ્યા વાસીની મંદિરમાં દર્શન કર્યા: ભદોહીમાં સીતામઢી સમાહિત મંદિરમાં પૂજા અર્ચન કર્યા હતા access_time 1:17 am IST

  • અમદાવાદની સાબરમતી નદીમાં ૪ લોકોએ ઝંપલાવ્યુઃ ૩ના મોત, ૧નો બચાવ : સવારથી લઈ અત્યાર સુધીમાં ફાયરબ્રિગેડને ૪ કોલ મળ્યા access_time 6:04 pm IST

  • સેન્સેકસ ર૦૦ પોઇન્ટ અપ : સેન્સેકસ ર૦૦ પોઇન્ટ વધીને ૩૮ર૯૧ અને નીફટી ૧૯૬ પોઇન્ટ વધીને ૧૧પ૧૧ : ડોલર સામે રૂપિયો ૬૮.૮૪ : બેંક નીફટીના તમામ ૧ર શેર્સમાં ખરીદી : ઓઇલ-ગેસ, મેટલ બેંક શેર્સમાં ધુમ ખરીદી access_time 4:08 pm IST