Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરના સોમવારે પણજીમાં થશે અંતિમ સંસ્કાર:રાષ્ટ્રીય શોક જાહેર

પણજી ભાજપ કાર્યાલયે સવારે 9-30 થી 10-30 સુધી રખાશે :સવારે 11 થી સાંજે 4 સુધી લોકો અંતિમ દર્શન કરી શકશે

પણજી : ગોવાના મુખ્યમંત્રીમનોહર પર્રિકરનું લાંબી બિમારી બાદ રવિવારે સાંજે  નિધન થયું છે સોમવારે સાંજે પણજીમાં મનોહર પર્રિકરના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સવારથી સામાન્ય લોકો પોતાનાં નેતાના અંતિમ દર્શન કરી શકશે. સરકારે સોમવારે રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. મનોહર પર્રિકરનો પાર્થિવ શરીર અંતિમ દર્શન માટે પણજીનાં ભાજપ ઓફીસમાં સવારે 09.30 મિનિટથી 10.30 વાગ્યા સુધી રાખવામાં આવશે. 

પરીકરનો પાર્થિવદેહ સવારે 10.30 વાગ્યે તેમનું પાર્થિવ શરીર કલા એકેડેમીમાં રાખવામાં આવશે. 
સવારે 11 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી તેમના સમર્થકો અને સામાન્ય નાગરિકો તેમના દર્શન કરી શકશે.પણજીનાં એસએજી મેદાનમાં સાંજે 5 વાગ્યે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. 

  મનોહર પર્રિકરા નિધનનાં સમાચાર સૌથી પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટ કરીને આપી. આ અગાઉ તેમની ગંભીર સ્થિતી અંગે સીએમઓએ ટ્વીટ કરીને માહિતી આપી હતી. મુખ્યમંત્રીના આવાસ પર પ્રથમ પહોંચનાર પુલીસ મહાનિર્દેશક પ્રણવ નંદા હતા.

(12:00 am IST)