Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

વિપક્ષી એકતા અને મહાગઢબંધનના કોંગ્રેસના પ્રયાસને ઝટકો મમતા અને કેસી રાવની મુલાકાતથી ત્રીજા મોરચાની અટકળ

થર્ડ ફ્રન્ટ દેશની જનતા માટે હશે માત્ર કેટલીક રાજકીય પાર્ટીનું ગઢબંધન નથી ;હવે વિકલ્પની જરૂર છે :કે સી રાવ

 

નવી દિલ્હી ;એનડીએ વિરુદ્ધ વિપક્ષની એકતા અને મહાગઢબંધન રચવાના કોંગ્રેસના પ્રયાસોને જોરદાર ઝાટકો લાગ્યો છે કોલકાતમાં તેલંગાણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવે 2019ની લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી સાથે મુલાકાત કરી છે કેસી રાવે 2019ની લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ-કોંગ્રેસ સિવાયના ત્રીજા મોર્ચો બનાવવાની યોજના શરૂ કરી દીધી છે. ‘થર્ડ ફ્રન્ટનું આવવું નિશ્ચિત રૂપથી કોંગ્રેસ અને તેની સહયોગી અન્ય વિપક્ષી પાર્ટીઓ માટે ઝટકા સમાન છે, જે 2019માં એનડીએની વિરુદ્ધ વિપક્ષી દળોનામહાગઠબંધનવિશે વિચારી રહ્યું છે.

   કેસી રાવ અને મમતા બેનરજી વચ્ચેની મુલાકાત બાદ મમતા બેનરજીએ જણાવ્યું કે, એક સારી શરૂઆત છે. મને લાગે છે કે રાજનીતિ એક સતત ચાલતી પ્રક્રિયા છે અને અમારી વચ્ચે જે વાતચીત થઈ તેનું કેન્દ્ર દેશનો વિકાસ હતો.’ મમતાએ કહ્યું કે,રાજનીતિ તમને એવી સ્થિતિમાં મુકે છે જ્યાં તમારે અલગ અલગ લોકોની સાથે કામ કરવું પડે છે. હું રાજનીતિમાં વિશ્વાસ કરું છું. રાવે કહ્યું કે, એક સામૂહિક અને સંઘીય નેતૃત્વ હશે જેમાં તમામ લોકો સાથે હશે.

   થર્ડ ફ્રન્ટને લઈને કેસીઆરએ કહ્યું કે, લોકો વિચારી રહ્યા છે કે 2019 પહેલા એક ત્રીજો ફ્રંટ પણ તૈયાર થશે. હું સ્પષ્ટ કરવા ઈચ્છું છું કે ફ્રન્ટ દેશની જનતા માટે હશે. માત્ર કેટલીક રાજનીતિક પાર્ટીઓનું ગઠબંધન નથી, જનતા માટે છે. હવે એક વિકલ્પની જરૂરિયાત છે.’

  અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી તરફથી તમામ વિપક્ષને એકજૂથ થવા માટે એક ડિનરનું આયોજન કરાયું હતું જેમાં મમતા અને કેસીઆર બંને ગેરહાજર રહ્યા હતા. તે સમયથી કોંગ્રેસ અને એનડીએથી અલગ ત્રીજા મોર્ચાના માટેના અણસાર જાહેર થઈ ચુક્યા હતા.

   થોડાં દિવસ અગાઉ કેસી રાવે કહ્યું હતું કે, છેલ્લા 70 વર્ષની રાજનીતિમાં ભાજપ અને કોંગ્રેસ બંને સંપૂર્ણ રીતે નિષ્ફળ રહેલ છે સ્થિતિમાં હવે દેશની રાજનીતિમાં ગુણાત્મક બદલાવની જરૂર છે. સમયે તેમને જાહેરાત કરી હતી કે દેશની રાજનીતિને બદલવા માટેના આંદોલનનું નેતૃત્વ કરવા માટે તેઓ તૈયાર છે. અંગે તેમના તરફથી એવું કહેવામાં આવ્યું હતું કે, તમામ શક્તિઓ રાજ્યોને આપવી જોઈએ. કેન્દ્રએ પોતાની પાસે થોડીક સત્તાઓ રાખવી જોઈએ. મામલે હવે ત્રીજો મોર્ચો કેવું પ્રદર્શન કરશે તે આગામી સમયમાં જોવાનું રહેશે.

(11:55 pm IST)