Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

દુબઇમાં મોહમ્મદ શમીને મળી હતી, પરંતુ મેચ ફિક્સીંગ સાથે જોડાવાની વાત પાયાવિહોણીઃ પાકિસ્‍તાનની અલિશ્બા નામની મહિલાનો ખુલાસો

મુંબઇઃ ભારતીય ક્રિકેટર મોહમ્‍મદ શમી અને તેના પત્ની સાથેના વિવાદના પગલે પાકિસ્‍તાની અલિશ્બા નામની મહિલાઅે ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું હતું કે, હું દુબઇમાં શમીને મળી હતી, પરંતુ મેચ ફિક્સીંગ સાથેની વાત પાયાવિહોણી છે.

અલિશ્બાએ કહ્યું છે કે, તે શમીને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે. શરૂઆતમાં તે લાખો પ્રશંસકો માફક શમીને જાણતી હતી. તેને મેસેજ કરતી હતી. પરંતુ શમી તરફથી કોઇ જવાબ આવતો નહતો. પરંતુ ઇદનાં અવસરે જ્યારે તેને શમીને મેસેજ કર્યો ત્યારે શમીએ તેને જવાબ આપ્યો હતો. અલિશ્બાએ કહ્યું કે, મેચ દરમિયાન શમીનું પાકિસ્તાન સમર્થક સાથે વિવાદ થયો હતો. બાદમાં પણ તેને શમીને મેસેજ કર્યો હતો.

જૂનમાં શમી તરફથી જવાબ આપ્યા બાદ તેમના વચ્ચે દોસ્તી પાંગરી હતી. અલિશ્બાએ કહ્યું કે, એક પ્રશંસક તરિકે શમી તેમને ખુબ જ પસંદ આવે છે, એક પ્રશંસક તરિકે શમી માટે તેમના દિલમાં ખુબ જ ઇજ્જત છે. અલિશ્બાએ આગળ વધુમાં જણાવ્યું કે. બાદમાં તેને જાણકારી મળી કે જ્યારે શમી દુબઇ થઇને જઇ રહ્યા છે. દરમિયાન અલિશ્બાને પણ પોતાની બહેનને મળવા જવાનું હતું. બાદમાં બંન્નેની દુબઇની હોટલમાં મુલાકાત થઇ હતી.

અલિશ્બાએ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, બંન્નેની મુલાકાત એક ફેન અને સેલિબ્રિટી માફક જ થઇ હતી. બંન્નેએ સાથે બેસીને બ્રેક ફાસ્ટ કર્યુ હતું અને તેમની મુલાકાત લગભગ એક કલાક ચાલી હતી. જોકે અલિશ્બાએ મેચ ફિક્સિંગની વાતને પાયાવિહોણી ગણાવી હતી. તેણે કહ્યું કે,'તપાસ કરવી હોય તો કરી શકો છો, શરમજનક વાત છે કે, ફિક્સિંગ સાથે કેવી રીતે જોડ્યું. દોસ્તીને ખુદા ખાતર ફિક્સિંગ સાથે જોડશો નહી'.

તમને જણાવી દઇએ કે, 7 માર્ચ 2018એ પત્ની હસીન જહાંએ ફેસબુક પોસ્ટ લખતા આરોપ લગાવ્યો કે શમીને ઘણા એક્સ્ટ્રા મેરિટલ અફેરછે. તેણે શમીના વ્હોટ્સએપ અે ફેસબુક મેસેંજર ચેટનાં સ્નેપશોટ્સ પણ શેર કર્યા હતાં. હસીન જહાંએ એવું પણ કહ્યું કે શમીનાં પરિવારવાળાએ તેને મારવાના પ્રયત્ન કર્યા, તેણે એમ પણ જણાવ્યું હતું કે શમીની કારમાંથી તેમને ગર્ભનિરોધક પણ મળી આવ્યા હતાં. ઉલ્લેખનિય છે કે, બીસીસીઆઇ એ શમીને કોન્ટ્રાક્ટ પ્લેયરની લિસ્ટમાંથી બહાર કરી દીધું છે.

(7:19 pm IST)