Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

ઓરિસ્સાના મયૂરભંજમાં ૩ ફૂટ લાંબો ઉડતો સાપ જોવા મળ્યોઃ જંગલમાં છોડી મુકાયો

 

મયૂરભંજ: ઓરિસ્સામાં પ્રથમ વખત દુર્લભ જાતિનો ઉડતો સાપ જોવા મળતા વન વિભાગની ટીમે દોડી જઇને તેને જંગલમાં છોડી દીધો હતો. સાપ ધાનપુર ગામમાં આવ્યો હતો. સાપ સરખી રીતે ઉડી નથી શકતો, પરંતુ બે ઝાડની વચ્ચે ગ્લાઈડ કરી શકે છે. સામાન્ય રીતે પ્રજાતિના સાપ ભારતમાં જોવા મળતા નથી. સિમિલિપાલ ટાઈગર રિઝર્વના પશુ બચાવ ટીમના પ્રમુખ કૃષ્ણચંદ્રએ કહ્યું કે, “પહેલીવાર વિસ્તારમાં પ્રકારનો સાપ દેખાયો છે.”

એક સાઈકલ પર સાપ વીંટળાયેલો મળ્યો હતો. રિઝર્વની ત્રણ લોકોની ટીમે 3 ફૂટ લાંબા સાપને જંગલમાં છોડી દીધો છે.

(5:45 pm IST)