Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

બ્રિટનમાં ૧૫ ઈંચ બરફવર્ષાઃ એનર્જી પ્લાન્ટમાંથી ગેસ લીક થતાં હજારો બેઘર

દેવાન એન કોર્નવોલમાં આજે પણ ૮૦ કિમી/ કલાકની ઝડપે ત્રાટકયું વાવાઝોડુ

બ્રિટનમાં આજે પણ 'બિસ્ટ ફ્રોમ ધ ઇસ્ટ' વાવાઝોડાંની અસર યથાવત રહેશે. રાજયોની ૧૦૦થી વધુ સ્કૂલો ખરાબ હવામાનના કારણે બંધ રાખવામાં આવી છે.  હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે જે અનુસાર, આજે ૧૦ વાગ્યા સુધી દેશના મોટાંભાગના વિસ્તારોમાં બરફવર્ષા અને વાવાઝોડાંની અસર રહેશે. બ્રિટનમાં આજે ૧૫ ઇંચ બરફવર્ષા થવાની આગાહી છે, ગઇકાલે અહીં ૧૨ ઇંચ બરફવર્ષા થઇ હતી. આજે બ્રિટનનું તાપમાન -૧૦ ડિગ્રી રહેશે. સાઉથ લંડનના ક્રોયડોન ટાઉનમાં વાવાઝોડાંના કારણે એક કાર એનર્જી પ્લાન્ટ સાથે ટકરાતા તેમાંથી ગેસ લીક થયો હતો. ગેસ લીક થવાના કારણે આટલી ઠંડીમાં પણ લોકોને પોતાના ઘરો ખાલી કરવાની તાકીદ કરવામાં આવી હતી. હજારો લોકો પોતાના ઘર ખાલી કરીને સેન્સબરી અને સાલ્વેશન આર્મી ચર્ચમાં ઉભા કરેલા આશ્રયસ્થાનોમાં રહ્યા હતા.

(4:51 pm IST)