Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

આ ત્રણ પરાઠા ખાઈને બતાવો તો લાઈફ- ટાઈમ મફત જમવાનું મળશે

ચંદીગઢ, તા.૧૯: હરિયાણાના રોહતકમાં દિલ્‍હી- રોહતક બાયપાસ પર પરાઠાની એક હોટેલ છે જેનું નામ છે તપસ્‍યા પરાઠા જંકશન. આ પરાઠા જંકશનની ઓપન ચેલેન્‍જ છે કે પચાસ મિનિટમાં ત્રણ પરાઠા ખાય તેને આજીવન પરાઠા જંકશનમાં મફતમાં ખાવાનું મળશે. હકીકતે આ પરાઠા એવા હોય છે કે ચાર- પાંચ માણસો સાથે મળીને મુશ્‍કેલીથી એક પરાઠા ખાઈ શકે છે. ૧૫૦ રૂપિયાથી માંડીને ૩૫૦ રૂપિયાની કિંમતના મોટા બે ફીટના ગોળ પરાઠાનું વજન લગભગ ૧૨૦૦ ગ્રામ જેટલું છે. એમાં ૭૦૦ ગ્રામ તો સ્‍ટફિંગ હોય છે.અત્‍યાર સુધીમાં રોહતકની એક વ્‍યકિતએ ૪૦ મિનિટમાં ત્રણ પરાઠા અને મધ્‍યપ્રદેશની એક વ્‍યકિતએ પાચસા મિનીટમાં ત્રણ પરોઠા ખાઈને ચેલેન્‍જ જીતી છે. બન્‍નેને તપસ્‍યા પરાઠા જંકશનમાં આજીવન ખાવાનું મફત મળશે.

(4:38 pm IST)