Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

આ મહિનાના અંત સુધીમાં સમગ્ર ઉત્તર ભારત ગરમીની લપેટમાં આવશે

આ વર્ષે ગરમી વહેલી આવવાના હવામાન તંત્રના એંધાણ

દિવસ અને રાત બન્નેનું ઉષ્ણતામાન વધી જશેઃ આ મહિનામાં (માર્ચમાં) પંજાબ-હરિયાણા-પશ્ચિમી ઉત્તર પ્રદેશ અને ઉત્તર રાજસ્થાનમાં હવામાન બદલાવાનું શરૂ થાય છે. ખાસ કરીને ઉત્તર ભારતમાં આ મહિનામાં હવામાન ખૂબજ આલ્હાદદાયક અને આરામદાયક રહે છે. ઠંડી ઘટવા લાગે છે- હવામાન ધીમેધધીમે વધે છે ત્યારે સ્કાઇમેટ હવામાન એજન્સી કહે છે કે આ વર્ષે માર્ચના અંત સુધીમાં જોરદાર ગરમી પડવા લાગશે-જેનાથી ઉત્તર ભારતના મેદાન ગરમ અને સૂકા હવામાનની લપેટમાં આવી જશે આ વર્ષે જે દર્શાય છે તે મુજબ ગરમી થોડી વ્હેલી આવશે. ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં દિવસ-રાતનું તાપમાન અત્યારે જ સામાન્ય કરતા વધી ગયું છે. એપ્રિલના પ્રારંભ સુધીમાં ગરમીનો પારો ઉપર ભાગવા લાગશે. ધૂળ સાથે ગરમ લૂ-આંધી પણ ફૂંકાશે. હવામાન ખાતાએ પણ ઉત્તર ભારતમાં આ વર્ષે ગરમીનો પારો દોઢ ડીગ્રી (૧.પ) સેલ્સિયસ ઉંચો રહેશે તેવું જણાવ્યું છે.

(4:06 pm IST)