Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

ફેસબુકે અંગત જાણકારી લીક થતી રોકવા બનાવી 'સિક્રેટ પોલીસ' : ભારતીય મૂળની મહિલા બની પ્રમુખ

નવી દિલ્હી, તા., ૧૯: અવારનવાર એવું જોવામાં આવે છે કે સોશ્યલ મીડીયા સાઇટ ફેસબુકની અંગત જાણકારી તેની સતાવાર જાહેરાત થવા પહેલા મીડીયામાં લીક થઇ જાય છે. જયારે આના પર રોક લગાવવા માટે 'સિક્રેટ પોલીસ'નું દળ ફેસબુકે ઉભુ કર્યુ છે. જેની પ્રમુખ ભારતીય મૂળની અમેરીકી નાગરીક સોનીયા આહુજાને બનાવવામાં આવી છે. આહુજા ફેસબુકના એ કર્મચારીઓ ઉપર નજર રાખે છે જે કોઇ પણ નવી સુચના અગાઉ જ મીડીયામાં લીક કરી નાખે છે. આ જાણકારી ખુદ ફેસબુકના સંસ્થાપક માર્ક જુકરબર્ગે આપી હતી.

ઉલ્લેખનીય છે કે, ફેસબુકના નવા પ્રોડકટ અને રણનીતીને લઇને જુકરબર્ગ દર સપ્તાહે પોતાના કર્મચારીઓ સાથે મીટીંગ કરે છે. કેટલી વાર જોવા મળ્યું છે કે મીટીંગ દરમિયાન થવાની વાતો મીડીયામાં અગાઉ છપાઇ જાય છે. આ ઘટના પછી જુકરબર્ગે કહયું કે જલ્દીથી આવા કર્મચારીઓને તેમને નોકરીથી બહાર કરી દેવાશે. તપાસ ટુકડી આ મામલે કર્મચારીઓની પુછપરછ કરી રહી છે.

(4:37 pm IST)