Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

બિહારનો માહોલ બગાડવાનો મોટો આરોપ લાગ્‍યો ગીરીરાજસિંહ અને અશ્વીની ચોબે ઉપર

પટણા, તા., ૧૯: બિહાર વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન આરોપ-પ્રત્‍યાઆરોપનો સિલસીલો શરૂ થઇ ગયો છે. એક તરફ જયાં વિપક્ષ એનડીએના નેતાઓ ઉપર બિહારમાં માહોલ બગાડવાની કોશીષનો આરોપ લગાવી રહયો છે. ત્‍યારે બીજી તરફ સત્તાધારી જુથ દરભંગામાં ભાજપ નેતાના પિતાના હત્‍યારા અને અરરીયામાં  ભારત વિરોધી નારા લગાવવારા નેતાઓને બચાવવા વિપક્ષી પાર્ટીના વિધાયક સદનમાં હંગામો મચાવી રહયા છે.

આજે સોમવારે રાજદ પ્રવકતા ભાઇ વિરેન્‍દ્રના નેતૃત્‍વમાં સદન બહાર પાર્ટીના ધારાસભ્‍યોએ જોરદાર હંગામો કર્યો. વિપક્ષી  પાર્ટીઓએ સરકારને ગીરીરાજસિંહ અને અશ્વીની ચોબેના કથનોને લઇ ઘેર્યા હતા. ભાઇ વિરેન્‍દ્રએ કહયું કે, કેન્‍દ્રીય મંત્રી ગીરારાજસિંહ અને અશ્વીની ચોબેએ બિહારનો માહોલ બગાડવાની કોશીષ કરી છે. તેમણે કહયું કે, જજુવામાં વિડીયો વાયરલ થયો છે જેમાં ભાજપની જીત પછી શુદ્રો ભારત છોડો કા નારા લગાયા ગયા હૈ, ઔર યહ સબ સુનકર મુખ્‍યમંત્રી નિતીશકુમાર ચુપ હૈ'. પણ સરકારની જેમ દંગાખોરો સામે વિપક્ષ બંગડી પહેરીને બેઠો નથી. અમે લોકો કડક કાર્યવાહીની માંગ કરીએ છીએ.

(3:27 pm IST)