Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

નિતિશકુમારનું વિધાન પરિષદ પદ રદ કરવાની અરજી સુપ્રીમે ફગાવી દેતા રાહતનો દમ ખેંચ્‍યો

નવી દિલ્‍હી તા. ૧૯ :.. બિહારના પૂર્વ મુખ્‍યમંત્રી નિતીશકુમારને સુપ્રીમ કોર્ટની મોટી રાહત મળી છે. તેમની ધારાસભ્‍ય તરીકેની સદસ્‍યતા રદ કરવાની માંગ કરતી અરજીને સુપ્રીમે ફગાવી દીધી છે. અરજીમાં જણાવાયું હતું કે નીતિશકુમારે પોતાના સોગંદનામામાં માહિતી છૂપાવી હતી.

વકીલ મનોહરલાલ શર્માએ નીતિશકુમાર વિરૂધ્‍ધ અરજી દાખલ કરી હતી. અરજીમાં વધુમાં જણાવાયું હતું કે બિહારના મુખ્‍યમંત્રીએ પોતાના સોગંદનામામાં એ વાત નો'તી જણાવી કે તેમના ઉપર એક અપરાધીક કેસ ચાલી રહ્યો છે.

અરજીમાં એ પણ જણાવાયું છે કે ર૦૦૪ થી ર૦૧ર દરમ્‍યાન નીતિશકુમારે સોંગદનામામાં ખુલાસો નથી કર્યો કે તેમની ઉપર ૧૯૯૧ ની એક હત્‍યા મામલે આફઆઇઆર નોંધાયેલી છે. આ ઉપરાંત નીતિશકુમાર વિરૂધ્‍ધ ઉચ્‍ચ સ્‍તરીય તપાસ કરવાની માંગણી પણ કરાઇ હતી. અરજીમાં એ પણ કહેવામાં આવ્‍યુ છે પોતાના ગુનાહીત રેકોર્ડ છૂપાવ્‍યા બાદ નીતિશ કુમાર કોઇ બંધારીય પદ ઉપર ન રહી શકે.

જયારે આ અંગે નિતીશકુમારે જણાવેલ કે આ મામલો કોર્ટમાં છે, આમાં હું શું બોલું ? તેમાં ચૂંટણી પંચને પુછવામાં આવ્‍યું છે.

(3:26 pm IST)