Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

સેનાની ત્રણેય પાંખોને સંયુકત કમાન્‍ડ હેઠળ લવાશે

ત્રણે પાંખો વચ્‍ચે અધિકાર, ફંડ, રાજકીય અને વહીવટી ખેંચતાણને કારણે ઉદ્રેશ્‍ય પુર્ણ નથી થતો

નવી દિલ્‍હી, તા., ૧૯ : ભારતે અંતતઃ સંયુક્‍ત સૈન્‍ય કમાન્‍ડ તરફ પગલું ભર્યું છે જયાં આર્મી, નેવી અને એર ફોર્સની સંપૂર્ણ સૈન્‍ય તાકાતીનું ઓપરેશનલ કંટ્રોલ એક ૩ સ્‍ટાર સૈન્‍ય જનરલ પાસે રહેશે. સરકાર આ સંબંધમાં જોઈન્‍ડ કમાન્‍ડ સાથે સંબંધિત નિયમો અને કંટ્રોલ રુલ્‍સમાં બદલાવ કર્યો છે.

સૂત્રોના જણાવ્‍યા પ્રમાણે, સરકારે સેનાના સંયુક્‍ત કમાન્‍ડને સંચાલિત કરવા માટે કોઈ પણ એક સેવા (આર્મી, નેવી કે એર ફોર્સ)ના એક અધિકારીને સીધો કમાન્‍ડ આપવાનો અધિકાર આપવા માટે કાયદાકીય નિયમ અને ઓર્ડરને નોટિફાઈ કર્યો છે. અત્‍યાર સુધી સેનાના ત્રણ અંગો કામ કરતા રહ્યા છે. આ પગલું ખાસ રણનીતિક રુપે મહત્‍વપૂર્ણ આંદામાન અને નિકોબાર કમાન્‍ડ માટે લાગુ કરાયો છે, જેની સ્‍થાપના ભારતના થિયેટર કમાન્‍ડ તરીકે ઓક્‍ટોબર ૨૦૦૧જ્રાક્રત્‍ન કરાઈ હતી. જોકે, આ હજુ સુધી સેનાના ત્રણણ અંગો વચ્‍ચે અધિકાર, ફંડ, રાજકિય અને વહિવટી ખેંચતાણના કારણે પોતાના ઉદ્દેશ્‍યને પૂર્ણ નથી કરી શક્‍યો.

એક ઉચ્‍ચ પદસ્‍થ સૂત્રએ જણાવ્‍યું, જોકે, આ એક નાનાકડું પરિવર્તન લાગી શકે છે, પણ તેના માધ્‍યમથી ઈન્‍ડિયન મિલિટરી સિસ્‍ટમ સાંસ્‍કૃતિક અને આધારભૂત સ્‍વરુપમાં મોટું પરિવર્તન જોવા મળશે જયાં સેનાના ત્રણ અંગો અલગ-અલગ દિશામાં કામ કરે છે. જો દેશને આગામી સમયમાં એક ચીફ ઓફ ડિફેન્‍સ (CDS) અને થિયેટર કમાન્‍ડ જોઈએ તો આર્મી, નેવી અને એર ફોર્સના નિયમોમાં બદલાવનું આ પહેલું પગલું છે. જણાવી દઈએ કે સંરક્ષણ મંત્રાલય દ્વારા નિયુક્‍ત એક કમિટીએ ભારતીય સેનામાં ૩ થિયેટર કમાન્‍ડ બનાવવાની ભલામણ કરી હતી. આ ત્રણે કમાન્‍ડ ઉત્તરી, દક્ષિણ અને પશ્ચિમ કમાન્‍ડ હશે જેમાં એક જ કમાન્‍ડર અંતર્ગત ત્રણે સેનાઓ કામ કરશે. વર્તમાનમાં ભારતીય સેનાના ૧૭ કમાન્‍ડ કામ કરી રહ્યા છે.

નવા નિયમો હેઠળ આંદામાન અને નિકોબાર કમાન્‍ડમાં નેવલ કમાન્‍ડર ઈન ચીફ અંતર્ગત આર્મી અને એરફોર્સના અધિકારીઓ અને અન્‍ય કર્મચારીઓ તેમના અધિકારી ક્ષેત્રમાં આવશે. સરકારી સૂત્રોએ જણાવ્‍યું કે આ પગલું આગળ અન્‍ય થિયેટર કમાન્‍ડ માટે એક ઉત્તમ ઉદાહરણ તરીકે કામ કરશે. તેમણે કહ્યું, હિંત મહાસાગરના વિસ્‍તારમાં ચીનની વધતી દખલ માટે આપણે સંયુક્‍ત આંદામાન અને નિકોબાર કમાન્‍ડ બનાવવાની જરુર હતી.  નોંધનીય છે કે NDA સરકાર શરુથી જ ત્રણે સેનાને ટ્રેનિંગ, લોજિસ્‍ટિક, પ્‍લાનિંગ અને ઓપરેશનમાં એકરુપતા લાવવા માટે ચીફ ઓફ ડિફેન્‍સ સ્‍ટાફ અને થિયેટર કમાન્‍ડ બનાવવા તરફ દેશના ઉચ્‍ચ  સૈન્‍ય પ્રતિષ્ઠાનમાં સુધારનો પ્રયાસ કરી રહી છે.

ઉદાહરણ માટે એક એવો પ્રસ્‍તાવ પણ લાવવામાં આવ્‍યો હતો કે ચીન પાસેની ઉત્તરી સીમા અને પાકિસ્‍તાન સાથે મળતી પશ્ચિમ સીમા અને સમુદ્ર વિસ્‍તારમાં કાર્યવાહી માટે સંયુક્‍ત થિયેટર કમાન્‍ડની રચના કરવામાં આવે પણ આ મામલામાં કોઈ મહત્‍વનું પગલું નથી ઉઠાવાયું. વર્તમાનમાં આંદામાન અને નિકોબાર કમાન્‍ડ અને દેશના પરમાણુ હથિયારોને સંભાળવાવાળી સ્‍ટ્રેટેજિક ફોર્સ કમાન્‍ડ તરીકે માત્ર બે સંયુક્‍ત કમાન્‍ડ કાર્યરત છે. જયારે ચીને પોતાની ૨૩ લાખની પીપલ્‍સ લિબરેશન આર્મીને ૫ થિયેટર કમાન્‍ડ અંતર્ગત લાવી દીધી છે., જેમા તેની રક્ષા તથા કમાન્‍ડ અને કંટ્રોલની ક્ષમતાઓમાં વૃદ્ધિ થઈ છે. ભારત સાથેની લાઈન ઓફ એક્‍ચ્‍યુઅલ કંટ્રોલ (LAC) ચીનના પશ્ચિમ થિયેટર કમાન્‍ડ અંતર્ગત આવે છે જયારે તે પૂર્વે તે ચેગુડૂ મિલિટરી રીજન અને ઉત્તરમાં લાન્‍ચો મિલિટરી રીજન અંતર્ગત આવતા હતા.

(2:37 pm IST)