Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

રાહુલ ગાંધી ખૂદ આજે જામીન ઉપર છે : સંરક્ષણ પ્રધાનના પ્રહારો

ભાજપ-કોંગ્રેસ આક્ષેપ-પ્રતિ આક્ષેપોની રમઝટ : ભાજપે સ્‍મૃતિ ઇરાની-નિર્મલા સીતારામને મેદાનમાં ઉતાર્યા

નવીદિલ્હી,તા. ૧૮: કોંગ્રેસના ૮૪માં મહાઅધિવેશનમાં રાહુલ ગાંધીએ સંઘ, ભાજપ અને વડાપ્રધાન  તેમજ ભાજપ પ્રમુખ  ઉપર આકરા  પ્રહાર કર્યા બાદ વળતા પ્રહાર કર્યા છે. ભાજપે કહ્યું છે કે, રાહુલ ગાંધી પોતે નેશનલ હેરાલ્ડ કેસમાં જામીન ઉપર છે અને બીજા ઉપર આક્ષેપ કરી રહ્યા છે. ભાજપ તરફથી કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારામને રાહુલ આક્ષેપોનો જવાબ આપ્યો હતો.

બીજી બાજુ કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઇરાનીએ પણ રાહુલ આક્ષેપોનો જવાબ આપ્યો છે. સ્મૃતિએ કહ્યું છે કે, રાહુલની ભારત પ્રત્યે ઘૃણા જોઇને તેઓ આશ્ચર્યચકિત છે.

રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, મોદી ગબ્બર ટેક્સનો આતંક સમગ્ર દુનિયામાં છે. વિશ્વ બેંકે પણ આને સૌથી કઠોર અને મુશ્કેલ ટેક્સ ગણ્યો છે.

આના જવાબમાં સ્મૃતિએ કહ્યું છે કે, ભારત માટે રાહુલ ગાંધીની ઘૃણા આશ્ચર્યચકિત કરે છે. જ્યારે વર્લ્ડ બેંકે કારોબારના મામલામાં ભારતની પ્રશંસા કરી ત્યારે રાહુલે તે રિપોર્ટને ફગાવી દીધો હતો. હવે વર્લ્ડ બેંકના રિપોર્ટના કેટલાક હિસ્સાને લઇને ભારતની પ્રગતિ ઉપર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે.  બીજી બાજુ નિર્મલા સીતારામને કહ્યું છે કે, કોંગ્રેસે રામના અસ્તિત્વને લઇને અગાઉ પ્રશ્નો ઉઠાવ્યા હતા. આજે પાંડવો સાથે પોતાની સરખામણી કરીને શુ સાબિત કરવા ઇચ્છે  છે.

સીતારામને કહ્યું હતું કે, રાહુલ ગાંધી અને કોંગ્રેસે ફરી એકવાર હિન્દુ ધર્મનું અપમાન કર્યું છે. કોંગ્રેસ અને ભાજપના પુજારીની વાત કરી હતી છે પરંતુ આવા પુજારી જોયા નથી.

ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આક્ષેપ પ્રતિઆક્ષેપનો દોર શરૃ થઇ ગયો છે. રાહુલ ગાંધી અને સ્મૃતિ ઇરાની વચ્ચે આક્ષેપબાજીનો દોર સતત જુનો રહ્યો છે. ૨૦૧૪માં રાહુલની સામે અમેઠીમાંથી સ્મૃતિ ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. તે વખતે સ્મૃતિની હાર થઇ હતી પરંતુ આ વખતે સ્મૃતિ મજબૂત દાવેદાર દેખાઈ રહી છે.

(1:06 pm IST)