Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

તમામ પક્ષની સહમતી બનશે તો ભવિષ્યમાં ચૂંટણી બેલેટ પેપરથી કરવાનું વિચારી શકાય :ભાજપએ આપ્યો સંકેત

નવી દિલ્હીઃ ચૂંટણીમાં ઈવીએમની વિશ્વનિયતા પર વખતોવખત સવાલ ઉઠતા રહે છે.તમામ પક્ષોને ઈવીએમની વિરુદ્ધ ભેગા થતા જોઈને ભાજપ આ મામલામાં નરમ પડ્યું છે. ભાજપે સંકેત આપ્યો છે જો તમામ પક્ષોની સમહતિ બને છે તો ભવિષ્યમાં ચૂંટણી ઈવીએમની જગ્યાએ બેલેટ પેપરથી ચૂંટણી કરાવવા પર વિચાર કરી શકાય છે. 

  ભાજપના વરિષ્ઠ નેતા રામ માધવે જણાવ્યું કે, કોંગ્રેસને તે ધ્યાનમાં રાખવું જોઈએ કે બેલેટ પેપરના સ્થાને ઈવીએમ તમામ પક્ષોની સહમતિ બાદ લાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે જો તમામ પાર્ટીઓ ઈચ્છે કે, તેને ઈવીએમ છોડીને ફરીથી બેલેટ પેપર પર પરત આવવું જોઈએ તો અમે તેના પર વિચાર કરી શકીએ છીએ. 

  અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં ચાલી રહેલા કોંગ્રેસના મહાઅધિવેશનમાં કોંગ્રેસે ઈવીએમ વિરુદ્ધ એક પ્રસ્તાવ પારિત કરતા ભવિષ્યમાં બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની માંગ કરી. કોંગ્રેસ લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકસાથે કરાવવા પર પોતાનો વિરોધ દર્શાવ્યો હતો . 

   કોંગ્રેસ પોતાના રાજનીકિત પ્રસ્તાવમાં ચૂંટણી પંચ પાસે માંગ કરી કે ઈવીએમની વિશ્વસનીયતા પર સવાલ ઉઠતા રહે છે, તેથી ચૂંટણીમાં લોકોનો વિશ્વાસ બન્યો રહે, તેથી જરૂરી છે કે ચૂંટણીમાં પરી બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવે. 

(12:00 am IST)