Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

બાળકીને જન્મ આપ્યા બાદ માતા બ્રેઈન ડેડ થઇ છતાં છ લોકોને નવજીવન બક્ષ્યું

થેનનુંરની એ,ધનલક્ષમીને 34 સપ્તાહનો ગર્ભ દરમિયાન સીટી સ્કેનમાં બ્રેઈન ડેડ દેખાયું :બાળકીને જન્મ આપ્યો અને મહિલાના અંગદાનનો નિર્ણંય લેવાયો

ત્રિચી (તામિલનાડુ): બાળકીને જન્મ આપ્યા બાદ માતાને બ્રેઈન ડેડ થયા છતાં પણ છ લોકોને નવજીવન આપ્યું હતું અહીંની ગાંધી મેમોરિયલ ગવર્નમેન્ટ હૉસ્પિટલ (એમજીએમજીએચ)માં 25 વર્ષની આ મહિલાનું બ્રેઇન ડેડ થયા બાદ તેનાં ઑર્ગન્સ ડોનેટ કરવામાં આવ્યાં હતાં.

 અંગેની વિગત થેન્નુરની રહેવાસી એ. ધનલક્ષ્મીને સાતમી માર્ચે સવારે હૉસ્પિટલ લઈ જવાઈ હતી. તેને 34 સપ્તાહનો ગર્ભ હતો અને ડોક્ટર્સના મુજબ, સિટી સ્કેનમાં તેનું બ્રેઇન ડેડ હોવાનું દેખાતું હતું. હાઈ બ્લડપ્રેશરને કારણે તેના મગજની નસો ફાટી ગઈ હતી. બાળકને બચાવવા માટે ડોક્ટર્સે તેને સી-સેક્શન પર રાખી હતી અને ત્યાર બાદ સાંજે તેણે એક બાળકીને જન્મ આપ્યો હતો. આગામી પાંચ દિવસ સુધી સારવાર બાદ એ લગભગ નક્કી થઈ ગયું હતું કે, મહિલાને બચાવી નહિ શકાય.

બીજી તરફ મહિલાના પરિવારે અંગદાનનો નિર્ણય લીધો અને ત્યાર બાદ ડોક્ટર્સે આગળની પ્રક્રિયા શરૂ કરી. કેટલાક ડોક્ટર્સની ટીમે ઑર્ગન ડોનેશનની તૈયારી કરી અને મહિલાનાં હૃદયથી લઈને લિવર અને કિડની અન્ય દર્દીઓને ડોનેટ કરી દીધાં. મહિલાના હાર્ટને એરલિફ્ટ કરીને ચેન્નઈમાં એક વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું અને લિવર પણ ત્રિચીમાં એક યુવકને દાન કરાયું. મહિલાની બંને કિડનીઓ અને આંખોનું પણ દાન કરવામાં આવ્યું.

ઉલ્લેખનીય છે કે, બ્રેઇન ડેડ થયા બાદ મગજ કામ કરવાનું બંધ કરી દે છે અને અંદરનાં અંગો કામ કરતાં રહે છે. આવામાં વ્યક્તિને મૃત માની શકાય છે અને તેના ફરી સ્વસ્થ થવાની સંભાવના હોતી નથી. આવામાં ઑર્ગન ડોનેટ કરી શકાય છે.

(12:00 am IST)