Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

તમામ ગેલેકસી ઘડિયાળની જેમ જ ઘૂમે છેઃ સંશોધન

વિશાળ કદની ગેલેકસી કરોડો વર્ષે પણ ઘૂમતી જ રહે છે

મેલબોર્ન તા. ૧૯ : ગમે તેટલી વિશાળ હોય પણ તમામ ગેલેક્‍સી કરોડો વર્ષે પણ ઘૂમે છે એમ ખગોળશાસ્ત્રીઓએ જણાવ્‍યું છે. પૃથ્‍વી તેની ધરી પર ફરે છે અને તે આપણને એ રીતે દિવસની ભેટ આપે છે અને સૂર્યને ફરતે પરિભ્રમણ કરીને પૃથ્‍વી આપણને એક વર્ષ આપે છે..

ઓસ્‍ટ્રેલિયામાં ઈન્‍ટરનેશનલ સેન્‍ટર ફોર રેડિયો એસ્‍ટ્રોનોમી રિસર્ચ (આઈસીઆરએઆર)ના ગેરાર્ડ મૈરોરે કહ્યું હતું, ‘ગેલેક્‍સીનું ગમે તેટલું નાનું કે વિશાળ હોય પરંતુ તે ચોક્કસપણે ઘૂમે છે. જેમાંથી અનેક ગેલેક્‍સી એક વખત ઘૂમવા માટે અનેક કરોડ વર્ષોનો સમય લેતી હોય છે.ઙ્ખ તેમણે કહ્યું હતું કે જે ગેલેક્‍સીની ઘનતા ઓછી હોય છે તે ધીમેથી ઘૂમે છે અને જે ગેલેક્‍સીની ઘનતા વધુ હોય તે ઝડપથી ઘૂમતી હોય છે. સંશોધકોએ આ અંગેના પુરાવા વિવિધ ગેલેક્‍સીમાંથી અલગ થયેલા જૂના તારાઓનાં અભ્‍યાસથી મેળવ્‍યા છે. મૈરોરે કહ્યું હતું, શ્નઆ અમારા માટે મહત્ત્વનું પરિણામ છે, જેનાથી અમારો સમય પણ બચશે.'

(11:51 am IST)