Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

એક નહિ-અનેક વિશ્વઃ સ્‍ટીફન હોકિંગ્‍સની છેલ્લી શોધ

‘બીગ બેંગ' સાથે બીજા અગણિત વિસ્‍ફોટો થયેલ અને પ્રત્‍યેક વિસ્‍ફોટો સાથે નવા-નવા બ્રહ્માંડોનું સર્જન થયેલ : મલ્‍ટીવર્સ-અનેક વિશ્વોની શોધના પ્રયોગો કરવા માટે હોકિંગ્‍સ ગણિતની ગણત્રીઓ લખતા ગયા છેઃ આ મહિનાના અંતમાં તેમના અંતિમ સંસ્‍કાર થશે

લંડન : વિશ્વ પ્રસિધ્‍ધ વૈજ્ઞાનિક સ્‍ટીફન હોકિંગ્‍સે તાજેતરમાં જ જીવનલીલા સંકેલી લીધી છે ત્‍યારે  તેઓ એક મહાન શોધ માટેની કેટલીક કલૂ' ચાવીઓ છોડતા ગયા છે. આપણે જે વિશ્વમાં જીવીએ છીએ તેવા બીજા અગણિત વિશ્વ અસ્‍તિત્‍વમાં હોવાની શોધ અંગે તેમના  અંતિમ રિસર્ચ પેપર, જે હવે સબમીટ થયા છે, તેમાંથી જાણવા મળેલ છે.

મલ્‍ટીવર્સ' અનેક વિશ્વોની સાબિતી-પ્રયોગો માટે મેથેમેટિકસની મહત્‍વની ગણત્રીઓ તેઓ પાછળ છોડતા ગયા છે.

આપણું આ એક જ જગત (પૃથ્‍વી, ૯ ગ્રહો, ખરબો તારાઓ, અરબો  આકાશ ગંગાઓ)  અસ્‍તિત્‍વમાં નથી, પરંતુ આવા અગણિત વિશ્વો અસ્‍તિત્‍વમાં હોવાની તેમની વાતને પ્રતિપાદિત-સાબિત કરવા, જરૂરી અવકાશી પ્રયોગો માટે આ મેથ્‍સની ગણત્રીઓ જરૂર મદદરૂપ બનશે. સ્‍ટીફન હોકિંગ્‍સની આ શોધ આવતા દાયકાઓ અને સદીઓ સુધી વૈજ્ઞાનિકો માટે પ્રયોગોનો ખજાનો પૂરો પાડશે.

મલ્‍ટીવર્સ-અનેક વિશ્વોની થીયરી રજૂ કરતા તેમના સંશોધન પેપર અ સ્‍મૂધ એકઝીટ ફ્રોમ ઇટર્નલ ઇન્‍ફલેશન' હાલમાં એક લીડીંગ સાયન્‍સ જનરલ દ્વારા કોસ્‍મો વિજ્ઞાનના નિષ્‍ણાતો દ્વારા ચકાસાઇ રહેલ છે.

ટાઇમ્‍સ ઓફ ઇન્‍ડિયામાં પ્રસિધ્‍ધ થયેલા લંડન ડેઇટ લાઇન વાળા આ અહેવાલમાં જણાવાયું છે કે સ્‍ટીફન હોકિંગ્‍સે, અનંત બ્રહ્માંડમાં આપણા અત્‍યારના આ હયાત' (જેને આપણે જાણીએ છીએ તેવા) વિશ્વ ઉપરાંત બીજા અગણિત વિશ્વો પણ રહેલા છે તેની ચાવીઓ પોતાની પાછળ છોડતા ગયા છે. તેમણે તેમના મૃત્‍યુ પહેલા થોડા અઠવાડીયાઓ અગાઉ અંતિમ રીસર્ચ પેપર સબમીટ કર્યાનું આ પ્રસિધ્‍ધ થયેલ મીડીયા હેવાલોમાં રવિવારે જણાવાયું છે.

વિશ્વના એક ખૂબ જ નામાંકિત વૈજ્ઞાનિકો માહેના સ્‍ટીફન હોકિંગ્‍સે ૧૪ માર્ચે કેમ્‍બ્રીજ ખાતે તેમના નિવાસ સ્‍થાને ૭૬ વર્ષની ઉમરે અંતિમ શ્વાસ લીધા હતાં. તેમણે અનેક વિશ્વો' હયાત હોવાની પોતાની નવી થીયરી પુરવાર કરવા માટેના પ્રાયોગિક પુરાવા શોધવાના અવકાશી પ્રયોગો (સ્‍પેસ પ્રોબ) માટે જરૂરી ગણિતના સૂત્રો લખતા ગયા છે.

સન્‍ડે ટાઇમ્‍સને ટાંકીને આ હેવાલમાં જણાવાયું છે કે અનેક બ્રહ્માંડ-વિશ્વો માંહેનું આપણું જગત-દુનિયા-વિશ્વ  એક છેતે વિચાર સાબિત કરવા આ રિસર્ચ પેપર બહાર પાડવામાં આવી રહ્યું છે.

સ્‍ટીફન હોર્કિંગ્‍સ સાથે આ શોધપેપર લખનાર કેયુ લ્‍યુવેન યુનિવર્સિટી-બેલ્‍જીયમના થીયોરેટીકલ ફિઝીકસના પ્રોફેસર થોમસ હેરટોગે આ અખબારને કહ્યું હતું કે જયાં સ્‍ટાર ટ્રેક જવાનો વિચાર ના કરી શકે ત્‍યાં હિમતભેર જનાર એકમાત્ર સ્‍ટીફન હોકિંગ્‍સ હતાં. નોબલ પ્રાઇસ માટે તેઓનું નામ સંખ્‍યાબંધ વખતથ નોમીનેટ થયું હતું અને તેઓ આ ખીતાબ જીતી પણ ગયા હોત. પણ હવે એ કયારેય નહિ બને....

આ સ્‍મૂધ એકઝીટ ફ્રોમ ઇટર્નલ ઇન્‍ફલેસન' શોધપેપર અત્‍યારે વિશ્વના લીડીંગ સાયન્‍સ જનરલ દ્વારા રીવ્‍યુ થઇ રહેલ છે, ચકાસાઇ રહેલ છે.

૧૯૮૩ થી બ્રીટીશ થીયોરેટીકલ ડીઝીસ્‍ટને સતાવી રહેલ નો-બાઉન્‍ડ્રીથીયરીનો  વિષય તેમણે જેમ્‍સ હાર્ટલ સાથે ઘડી કાઢેલ. જેમાં બીગ બેન્‍ગ (પ્રચંડ વિસ્‍ફોટ) દ્વારા બ્રહ્માંડનો કઇ રીતે અસ્‍તિત્‍વમાં વિસ્‍ફોટ થયેલ તે વર્ણવવામાં આવ્‍યું છે.

આ થીયરી મુજબ એક નજીવા બિન્‍દુમાંથી પલકારા માત્રમાં આજે આપણે જે જોઇએ છીએ તે બ્રહ્માંડ-વિશ્વનો વિસ્‍તાર થયો જે પ્રોસેસ (પ્રક્રિયા) ને ઇન્‍ફલેશનકહેવામાં આવે છે, તે સમજાવાયું છે.

હોકિંગ્‍સ માટે જે માથાના દુઃખાવા સમાન પ્રોબ્‍લેમ એ હતો કે આ થીયરી એવું પણ પ્રતિપાદિત (સાબીત) કરતી હતી આપણા' આ મહા વિસ્‍ફોટ-બીગ બેન્‍ગની સાથે બીજા અનર્ગળ-અનંત વિસ્‍ફોટો થયા હતાં. અન ે પ્રત્‍યેક એક અલગ બ્રહ્માંડ-વિશ્વનું સર્જન કર્યુ હતું.

આ મેથેમેટીકલ પેરેડોક્ષ છે, જેનાથી અનેક વિશ્વ-મલ્‍ટીવર્સના વિચારના પ્રયોગો કરવાનું શકય બન્‍યું છે, બનશે.

હેરટોગ આ અંગે સમજ આપતા કહે છે કે અમે આ બહુવિશ્વ-અનંત વિશ્વો-મલ્‍ટીવર્સના વિચારને ટેસ્‍ટેબલ સાયન્‍ટીફીક ફ્રેમ વર્ક' માં (પ્રાયોગિક શકય બને તેવા વૈજ્ઞાનિક દાયરામાં) પરિવર્તિત કરવા માગીએ છીએ.

સ્‍ટફીન હોકિંગ્‍સના આ અંતિમ શોધપત્ર-ફાઇનલ પેપરે-એવું ભાખ્‍યું છે કે આપણા આ જગત-બ્રહ્માંડનું અંતિમ ભાવી માત્ર એ જ થશે કે  તેમાં (હાલના બ્રહ્માંડમાં) રહેલા તમામ તારાઓની એનર્જી-ઉર્જા ખતમ થઇ જશે અને સમગ્ર વિશ્વ-બ્રહ્માંડ સંપૂર્ણ અંધારપટ (બ્‍લેકનેસ) માં વિલીન થઇ જશે.

વિશ્વના આ મહાન વૈજ્ઞાનિકના અંતિમ શોધપત્ર પાછળ જગતની વૈજ્ઞાનિક જમાત અટવાઇ ગઇ છે ત્‍યારે હોકિંગ્‍સના સંતાનો આ મહિનાના અંતમાં કેમ્‍બ્રીજ ખાતે યોજાનાર તેમની અંતિમ વિદાય- અંત્‍યેષ્‍ટિમાં વિશ્વભરમાંથી ઉમટી પડનારા તેમના પ્રશંસકો-વૈજ્ઞાનિકો-મહાનુભાવોની વિશાળ ઉપસ્‍થિતી કઇ રીતે હેન્‍ડલ કરવી તેની દુવિધામાં પડયા છે.

વિશ્વ વિક્રમ સર્જનાર-જેની ૧ કરોડ નકલો વેચાયેલ તે ધ બ્રીફ હીસ્‍ટ્રી ઓફ ટાઇમ' પુસ્‍તક લખનાર આ જીનીયસ સાયન્‍ટીસ્‍ટ તેની પાછળ બે ભૂતપૂર્વ પત્‍નિ જેન અને એલેન ત્‍થા ૩ સંતાનોને અને તેના હજારો સાથી-મિત્રો-સહાયકોને વિલાપ કરતા છોડી ગયેલ છે.

લંડનમાં વેસ્‍ટ મિનીસ્‍ટર એબે ખાતે અંતિમ વિદાય પ્રસંગે યાદગાર રીતે આ મહાન વૈજ્ઞાનિકના જીવનની ઝાંખી કરાવવાનું પણ આયોજન થયું છે. આ સ્‍થળ અત્‍યંત મહત્‍વપૂર્ણ-અપવાદરૂપ મહાનુભાવો માટે રીઝર્વ રખાયેલ છે.

એટલે સ્‍ટીફન હોકિંગ્‍સના ૩ સંતાનો રોબર્ટ (ઉ.પ૦), લુસી (ઉ.૪૭), અને  ટીમોથી (ઉ.૩૮) એ ર૦૦૦ થી વધુ મહેમાનોનું લીસ્‍ટ તૈયાર કરવું પડશે. વિશ્વભરમાંથી રાજકીય, વૈજ્ઞાનિક જગતમાંથી અને નામાંકીતો આ આમંત્રણ મેળવનારાઓ માહે સામેલ રહેશે.

સ્‍ટીફન હોકિંગ્‍સ નાસ્‍તિક હોવા છતાં (તેઓ આ બ્રહ્માંડમાં ગોડ-ભગવાન જેવું કંઇ છે જ નહિ તેમ પ્રતિપાદિત કરતા રહેલ) શહેરના એક ચર્ચમાં કેમ્‍બ્રીજ સર્વીસ'  (અંતિમ વિદાયની એક પ્રક્રિયા) હાથ ધરાશે અને વેસ્‍ટમીનીસ્‍ટર એબે (અત્‍યંત જૂજ મહાનુભાવો માટે જયાં માન અપાય છે) ખાતે પણ ધાર્મિક વિધી-પ્રાર્થના અને પ્રક્રિયા કરવામાં આવશે.

૧૪ માર્ચે અવસાન પામેલા આ મહાન વૈજ્ઞાનિકની દફન વિધી કરાશે કે અંમિત સંસ્‍કાર-અગ્નિદાહ (બરીડ /  ઓર / ક્રીમેટેડ) અપાશે તે તેમનો પરિવાર હજી હવે નકકી કરશે. કેમ્‍બ્રીજ યુનિવર્સિટી પણ તેના આ જગપ્રસિધ્‍ધ  સાથી માટે એક કાયમી મેમોરિયલ ઉભું કરશે તેમ જાણવા મળે છે.

(11:40 am IST)