Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

પૂરજોશમાં પ્‍લાસ્‍ટિક પોલિટિકસ

પ્રતિબંધની જાહેરાત તો થઈ, પણ નોટિફિકેશન આ મહિનાના અંત પહેલા નહીં આવેઃ શિવસેનાના પ્રધાને પ્રતિબંધ મૂકયો એટલે ભાજપવાળા કાયદાને મોળો બનાવવા માટે થનગની રહ્યા છે

રાજકોટ :. મહારાષ્‍ટ્રના પર્યાવરણ ખાતાના પ્રધાન અને શિવસેનાના લીડર રામદાસ કદમના ગુડીપાડવાથી થી રાજ્‍યમાં પ્‍લાસ્‍ટિક અને થર્મોકોલના ઉત્‍પાદન, વેચાણ, ઉપયોગ પર પ્રતિબંધ લાદવાના મનસુબા પર પાણી ફરી વળ્‍યું છે. આ મુદ્દે સીધી રીતે કોઈપણ વિરોધ વ્‍યકત ન કરનારી ભાજપે આ કાયદાના અમલમાં ડિલે કરવાની પ્રવૃતિ અપનાવી છે. પ્‍લાસ્‍ટિકના કેટલાક મેન્‍યુફેકચરરો અને વેપારીઓ અત્‍યારે બીજેપીના મુંબઈના વિધાનસભ્‍યોની મદદથી પ્‍લાસ્‍ટિક બેનના કાયદામાં ઉત્‍પાદન વિશેની કેટલીક અત્‍યંત આકરી જોગવાઈઓમાં ઢીલ મુકાવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા હોવાથી ત્રણ દિવસે પણ આ બેનનું નોટિફિકેશન હજી સુધી બહાર પાડવામાં આવ્‍યું નથી

(10:18 am IST)