Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

નીદાહસ ટ્રોફીમાં ગાવસ્કરે કર્યો નાગિન ડાંસ : જુઓ વિડીયો...

નવી દિલ્હી : ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ખેલાએલ નીદાહસ ટ્રોફીના ફાઇનલમાં એક મજેદાર નજારો જોવા મળ્યો હતો. આ નજરો ભૂતપૂર્વ ક્રિકેટર અને હવે ટીવી કોમેન્ટેટર સુનિલ ગાવસ્કરના નગીન ડાન્સનો હતો. ગાવસ્કરે આ ડાન્સ મેદાન પર નહી, પણ કોમેન્ટ્રી બોક્સમાં કર્યો હતો.
ભારતીય ટીમના ઓપનર શિખર ધવન ફક્ત 10 રન બનાવીને આઉટ થઈ ગયો હતો, પરંતુ બીજા છેડે રોહિત શર્મા મેદાન પર જામી ગયો હતો. તેણે લોકેશ રાહુલ સાથે મળીને ધુઆધાર બેટિંગ કરી હતી. રોહિતની આવી તુફાની બેટિંગ નિહાળીને ગાવસ્કર પોતાને રોકી શક્યા ન હતા અને કોમેન્ટ્રી બોક્ષમાંજ નાગિન ડાંસ કરવા લાગ્યા હતા. તેમના નગીન ડાન્સનો આ નજારો ટિવી પર મેચ જોઈ રહેલા લાખ્ખો ક્રિકેટરસિયાઓએ નિહાળ્યો હતો.
આપ સૌ પણ એ નજારો ઉપરોક્ત વિડીયોમાં જોઈ શકો છો...

 

(12:00 am IST)