Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

ચીનના વડાપ્રધાન લી કવિંગને પાંચ વર્ષના બીજા કાર્યકાળ માટે બહુમતીએ પસંદ કરાયા

62 વર્ષિય લીનું નામ રાષ્ટ્રપતિ શી જિનપિંગે આગળ ધર્યું : પક્ષમાં 2,964 અને વિરોધમાં બે મત પડ્યાં હતાં

ચીનની સંસદે સત્તારૂઢ કમ્યૂનિસ્ટ પાર્ટીના બીજા સૌથી મોટા નેતા ચીનના વડાપ્રધાના લી ક્વિંગને પાંચ વર્ષના બીજા કાર્યકાળ માટે પસંદ કર્યા છે.આ પહેલા જ શી જિનપિંગને રાષ્ટ્રપતિ પદ માટે ફરી એકવાર રાષ્ટ્રપતિ પદ માટે પસંદ કરવામાં આવ્યા હતાં.

62 વર્ષિય લીનું નામ રાષ્ટ્રપતિ શી જિનપિંગે આગળ ધર્યું હતું. બેઈજિંગના ગ્રેટ હોલ ઓફ પીપલમાં નેશનલ પીપલ્સ કોંગ્રેસ (એનપીસી : ચીનની સંસદ)ના વાર્ષિક સત્ર દરમિયાન તેમના પક્ષમાં 2,964 અને વિરોધમાં બે મત પડ્યાં હતાં લી મુખ્ય રીતે અર્થવ્યવસ્થાનું કામ સંભાળે છે. લીનો પહેલો કાર્યકાળ શીના કાર્યકાળની સાથે જ પુરો થઈ ગયો હતો.

નેશનલ પીપલ્સ કોંગ્રેસના 2970 સાંસદોએ ગઈ કાલે સર્વસમ્મતિથી 64 વર્ષિય શીની પુન: રાષ્ટ્રપતિ તરીકે પસંદગી કરી લીધી હતી.

(12:00 am IST)