Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

આધારકાર્ડની કોઈપણ લેવડ-દેવડ માટે માહિતી અપાતા પહેલા સાવધાની જરૂરી:UIDAIની ચેતવણી

આધારકાર્ડનો ડેટા સંપૂર્ણપણે સુરક્ષિત : માત્ર કોઈનો આધાર નંબર હોવાથી કોઈ માહિતીની ચોરી કરવામાં નથી આવતી: બાયોમેટ્રિક મેચિંગ કરવું જરૂરી છે.

નવી દિલ્હી :યુઆઇડીએઆઇ કહ્યું હતું કે, કોઈ પણ પ્રકારની લેવડ-દેવડ કરવા માટે આધારકાર્ડની માહિતી આપતા પહેલા સાવધાની રાખવી જરૂરી છે આધાર રજૂ કરતા સત્તાધિકારીએ જણાવ્યું હતું કે, નાગરિકોએ કોઈ પણને આધાર કાર્ડની માહિતી આપતા પહેલા સાવધાન રહેવું જોઈએ.ઈન્ટરનેટ પર પણ માહિતી આપવા બાબતે સાવધાની રાખવાની વાત કરી હતી.

   સત્તાધિકારીએ એક વાતનું ખંડન કરતા જણાવ્યું હતું કે, મારી આધાર, મારી ઓળખ Google પર શોધતા આધાર કાર્ડની પીડીએફ મળી જઈ છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે. આવા કિસ્સાઓમાં આધાર ડેટાબેઝની સુરક્ષા સાથે કોઈ લેવા નથી. યુઆઇડીએઆઇએ લોકોને જણાવ્યું છે કે, આધારકાર્ડનો ડેટા સંપૂર્ણપણે સુરક્ષિત છે.

   UIDAI દ્વારા સાફ જણાવવામાં આવ્યું છે કે, અન્ય તમામ ઓળખપત્રની જેમ આધાર પણ એક બિન ગુપ્ત છે. માત્ર કોઈનો આધાર નંબર હોવાથી કોઈ માહિતીની ચોરી કરવામાં નથી આવતી. કારણ કે અહીં બાયોમેટ્રિક મેચિંગ કરવું જરૂરી છે.

  ઓથોરિટીએ વધુમાં જણાવ્યું હતું કે, મોબાઇલ નંબર, બેંક એકાઉન્ટ નંબર, પૅન કાર્ડ, પાસપોર્ટ અને પરિવારનું જેવી રીતે ધ્યાન રાખીએ છીએ તેવી જ રીતે આધારકાર્ડની માહિતી આપતા પહેલા પણ સાવધાની રાખવી જોઈએ.

  જો કોઈ  આધાર નંબર, મોબાઇલ નંબર, બેંક એકાઉન્ટ નંબર અથવા કોઈપણ પ્રકારનો ફોટો પ્રકાશિત કરે છે, તો તે પર વળતર માટે કાયદાકીયરીતે ગુન્હો દાખલ કરી શકે છે.

(10:26 am IST)