Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

ગૂગલ પર આધાર ડેટા ઉપલબ્ધ : ગૂગલ સર્ચ પર 'મેરા આધાર, મેરી પહચાન' લિંક ઉપર સરળતાથી અવેલેબલ

મુંબઇ : આધાર ડેટા બિલકુલ સુરક્ષિત ન હોવાનો શ્વિાસ અપાવતો ઘટસ્ફોટ થયો છે. આધાર ડેટા માત્ર ગુગલ સર્ચ કરવાથી જ મળી જાય છે. ગુગલ પર સર્ચ કરવાથી જે ડિટેઇલ મળે છે તેમાં નામ, સરનામું, આધાર નંબર, જન્મ તારીખ અને ફોટોગ્રાફ બધુ જ મળી રહે છે અને આ બધું જ ગૂગલ પર સામાન્ય કલીક કતાં જ ઉપલબ્ધ છે આવું કેમ બની રહ્યું છે તેનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. રસપ્રદ એ છે કે આધ્ધરની ટેગલાઇન મેરા આધાર મેરી પહચાન દ્વારા જ ગૂગલ પર આ ડેટા સર્ચ કરી શકાય છે. અને તમામ ડેટા સ્ક્રીન પર જાહેર થઇ જાય છે. ગુગલ સર્ચ કતા આધાર ડેટા દર્શાવતી કેટલીક સાઇટસ જોવા મળે છે. આ સાઇટસ પર જે તે વ્યકિતઓનો આધાર ડેટા જોવા મળે છે પરંતુશા માટેઆ વેબાઇટસ પર આધાર ડટા અપલોડ કરાયો છે તે જાણવા મળતું થી. આ રીતે આધાર ડેટા જયાંથી જોવા મળે છે તે વેબસાઇટમાં ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઇન્ફોર્મશેન સર્વિસીઝ (www.incois.gov.in) ઓલ ઇન્ડિયા ફુટબોલ ફેડરેશન (www.the-aiff,com), સ્ટારકાર્ડસ ઇન્ડિયા (http://starcardsindia.com) સામેલ છે. અહીં કેટલાક ચિંતા ઉપજાવે એવા સવાલો છે જો આ વેબસાઇસ કે જેમાં સરકારી સાઇટ પણ સામેલ છે તે જો ઇરાદાપૂર્વક આ રીતે આધાર ડેટા અપલોડ કરે છે. તો તેનું હેતુ શું છે ? આ રીતે સરળતાથી કોઇની પણ આધાર સંબંધિત માહિતી મળી રહે અને પણ દુનિયાના કોઇપણ ખુણે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ હોય તો તે અત્યંત ગ઼ભીર બાબત છે.

સ્ટેપ-૧ : ગુગલ મેરા આધારા મેરી  પહચાન ફાઇલટાઇપ : પીડીએફ

સ્ટેપ-ર : સર્ચ રિઝલ્ટમાં દેખાતી મલ્ટીપલ પીડીએફ ફાઇલ્સમાંથી કોઇપણ કલીક કરો.

સ્ટેપ-૩ : પીડીએફ ડાઉનલોડ કરવા કલીક કરો.

સ્ટેપ -૪ બસ આટલુ કરો તમને કોઇપણ અજાણી વ્યકિતની આધાર ડિટેઇલ્સ તમારા ડેસ્કટોપ પર જોવા મળશે. તેમાં તમને જે વિગત મળશે તેમાં વ્યકિતનું નામ, આધાર નંબર, માતાપિતાનું નામ, સરનામું જન્મ તારીખ, ફોટોગ્રાફ સામેલ છે.

(12:00 am IST)