Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

સમયની ઝડપ સાથે ભારતે કદમ મિલાવ્યા...મેઇડ ઇન ઇન્ડીયા સુપર ફાસ્ટ ટ્રેન જુનથી જ પાટા પર દોડવા મંડશે, સ્પીડ હશે ૧૬૦ કી.મી.ની

નવી દિલ્હીઃ ભારતમાં વર્તમાન સમયમાં વિવિધ સ્તરે ટેકનોલોજીના માધ્યમથી એક પછી એક સફળતાના સુકાનો સર થતા જાય છે એવી જ રીતે મેઇડ ઇન ઇન્ડીયા સુપર ફાસ્ટ ટ્રેન પણ આગામી જુન મહિનાથી ૧૬૦ કી.મી.ની સ્પીડે પાટા ઉપર દોડતી થઇ જવાના સમાચાર મળતા જ દેશવાસીઓના ચહેરા ઉપર ખુશી છલકાવા લાગી છે.

સંપૂર્ણ સ્વદેશી ટેકનોલોજીથી બનેલી ભારતની પહેલી સેમી હાઈસ્પીડ ટ્રેનની  ખાસીયત એ છે કે સેલ્ફ પ્રોપેલ્ડ છે એટલે કે મેટ્રો ટ્રેનની જેમ ઇલેકિટ્રક ટ્રેકશન પર ચાલશે તેને ખેચવા માટે એન્જિનની આવશ્યકતા નથી.

હાઈ સ્પીડ ઉપરાંત આ ટ્રેન ખૂબ ઝડપથી ગતી હાંસલ કરી શકે છે જેના કારણે ટ્રાવેલ ટાઇમમાં પણ ઘટાડો થશે. હાલ ચાલતી સુપરફાસ્ટ ટ્રેન્સ શતાબ્દીના કોઈ એક રુટ પણ આ ટ્રેનને મુકવામાં આવશે. 16 કોચની આ ટ્રેનમાં ચેર કાર એટલે કે માત્ર બેઠક વ્યવસ્થા ધરાવતા કોચ છે જેમાં તમામ પ્રકારની મોર્ડન ફેસેલિટી ઉપલબ્ધ હશે. 16 કોચની ટ્રેન બનાવવા પાછળ લગભગ રૂ.100 કરોડ જેટલો ખર્ચ થશે. પ્રત્યેક કોચ લગભગ 6 કરોડના ખર્ચે તૈયાર થયા છે. જે વિદેશથી આયાત કરવામાં આવતા કોચ જેવી જ ડિઝાઇન અને ફેસિલિટી ધરાવે છે તેમ છતા 40  ટકા જેટલા ઓછા ખર્ચે તૈયાર થાય છે. ભારતીય રેલવે વિભાગના હસ્તકની ચેન્નઈ ખાતે આવેલ કોચ ફેકટરીએ આ ટ્રેનનું મેન્યુફેકચરિંગ કર્યું છે.

આ અંગે ઇન્ટિગ્રલ કોચ ફેકટરી, ચેન્નઈના જનરલ મેનેજર સુધાંશુ માનીએ કહ્યું હતું કે, જો અમને ટ્રેનમાં સફળતા મેળશે તો ધીમે ધીમે આ ટ્રેન દરેક શતાબ્દી ટ્રેનને જગ્યા લેશે. તેમજ ટ્રેનનું સિટિંગ શતાબ્દી કરતા પણ વધારે સ્પેશિયસ છે. તેમણે વધુમાં કહ્યું કે, સરકારના મેક ઇન ઇન્ડિયા અંતર્ગત ભારતીય રેલવે માટે સૌથી વધુ કોચ તૈયાર કરનાર ફેકટરીઓ પૈકી એક આ ફેકટરીમાં અમે હવે હાઈટેક ટેકનોલોજીથી લેસ ટ્રેન તૈયાર કરવા તરફ આગળ વધી રહ્યા છીએ.

અમે વર્ષભરમાં રેકોર્ડ નંબર 2500 જેટલા કોચનું ઉત્પાદન કરવાના છીએ. જેમાં 1100 કોચ lhb  શ્રેણીના કોચ પણ છે. જે અત્યાર સુધીના ફેકટરીના ઇતિહાસમાં સૌથી હાઈએસ્ટ પ્રોડકશન છે. LHB કોચ નવી પેઢીના પેસેન્જર ટાઇપ કોચ છે જેને જર્મનીની લિંકે-હોફમન-બુશ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે.

હવે, યુરોપિયન સ્ટાન્ડર્ટ સાથે મેચ કરતા ઓછા વજન છતા વધુ મજબુત એવા એલ્યુમિનિયમ બેઝડ કોચ બનાવવામાં આવશે. 2020 સુધીમાં આ ફેકટરીમાંથી દેશની પહેલી એલ્યુમિનિયમ ટ્રેનને બહાર પાડવામાં આવશે. જે ખૂબ જ એનર્જી એફિશિયન્ટ હશે જે ભારત અને યુરોપીય દેશોની ટેકનોલોજીમાં રહેલા ગેપને ભરી દેશે.

(12:00 am IST)