Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

હિન્દુત્વ કઈ ભાજપનો ઈજારો નથી :હનુમાન ભક્ત અરવિંદ કેજરીવાલે આપ્યો ધર્મસંદેશ

ટ્રમ્પની મુલાકાતના ખર્ચ અને દીવાલની ચર્ચા વચ્ચે કેજરીવાલ સરકારની હનુમાન ચાલીસા પાઠ કરવા જાહેરાત

 

દિલ્હીના રાજકીય ક્ષેત્રે હાલમાં ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાતની ચર્ચા વચ્ચે દિલ્હીમાં હનુમાન ભક્ત કેજરીવાલે મંદિરમાં સુંદરકાંડનો પાઠ કરવાની વાતે ભાજપામાં હિન્દુત્વનું કાર્ડ છીનવાઈ જવાના ડર બાબતે, તેમજ ચીનનાકોરોના દેશના બજારો સહિત વિશ્વભરના ઉદ્યોગો પર થનારી અસર અંગેની ચર્ચાઓ ચાલી રહી છે

 ટ્રમ્પ ભારતની મુલાકાતે આવવાના છે અને તેમાં પણ અમદાવાદ ખાતે નવનિર્માણ પામેલ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરા સ્ટેડિયમ નું ઉદ્ધાટન કરવાના છે તેમજ ગાંધી આશ્રમની મુલાકાત લેવાના છે.ત્યારે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના વિવિધ તંત્રોએ આમ પ્રજા જેના કારણે છેલ્લા છએક વર્ષથી જેને ડીસ્કો રોડ તરીકે ઓળખતી હતા તે તમામ રોડ-રસ્તાઓને નવા ઓપ આપી દેવામાં આવ્યા છે

  અમદવાદ એરોડ્રામ થી મોટેરા સ્ટેડીયમ અને ગાધી આશ્રમ સુધીના ટ્રમ્પના પસાર થવાના રસ્તાની બન્ને બાજુ વૃક્ષો છોડનું વાવેતર કરી હરિયાળા બનાવી દીધા છે. અમદાવાદની ગરીબી ટ્રમ્પની નજરે ચડે તે માટે ઝુપડપટ્ટી વિસ્તારોમાં દિનરાત મથીને યુધ્ધના ધોરણે દીવાલો ઊભી કરી દેવામાં આવી છે. ત્યારે લાગે છે કે ચીનની લાબામાં લાંબી દીવાલ પછી રાજસ્થાનના કુંભલગઢ કિલ્લાની 36 કિલોમીટર લાંબી વિશાળ દિવાલ પછી અમદાવાદમાં ગરીબોની ઝુપડપટ્ટી છુપાવવા યુદ્ધના ધોરણે ઉભી કરવામાં આવેલ દિવાલનો નંબર આવશે. જડબેસલાક સુરક્ષા વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ અહીં આવશે નવા રૂપરંગ પામેલ ગાંધી આશ્રમની મુલાકાત લે અને સ્ટેડિયમનું ઉદઘાટન કર્યા બાદ આગ્રા શહેરમાં તાજમહેલની મુલાકાત લેવાના છે. વિસ્તારમાં યમુના નદીને ગંદકીની દુર્ગધ ચારે તલફ છવાયેલી રહે છે જે દુર્ગધ અટકાવવા માટે સરકારે વિવિધ ટેકનીશીયનો- તજજ્ઞોની ટીમો કામે લગાડી દીધી છે.

ટ્રમ્પ પાછળ રૂ.30 કરોડનો ખર્ચ થનાર છે...! ત્યારે ટ્રમ્પને માટે અવસર અમેરિકામાં વસતા બહુમત ગુજરાતીઓના મત લેવા માટેનો છે... અમેરિકામાં થોડા મહિનામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણી યોજાનાર છે. ભારત સાથે કોઈ વેપાર કરાર નહીં કરે પરંતુ મોટા રોકાણ માટે પછીથી વિચારીશું એમ કહ્યું છે. ટ્રમ્પની વાતને ગુજરાતીઓ ગાજર લટકાવ્યું? ગાજરની પીપૂડી કહી રહ્યા છે..!! દિલ્હીમાં અરવિંદ કેજરીવાલે હનુમાન મંદિરે જઈને દિલ્હીની. પ્રજાને ધર્મ સંદેશો આપી દીધો છે.

 

(11:44 pm IST)