Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા નિયુકત કમિટીની ભલામણ

આસામ વિધાન સભામાં રાજયના મૂળ વાલીઓને ૬૭ ટકા આરક્ષણ?

ગૌહતી તા. ૧૯ : ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા નિયુકત કમીટીએ ભલામણ કરી છેકે આસામની વિધાનસભા અને લોકસભામાં રાજયના મૂળ નિવાસીઓને ૬૭ ટકા આરક્ષણ મળવું જોઇએ.

કમિટીએ એવુ પણ સૂચન આપ્યું છે કે આસામનામુળ વતનીઓને પરિભાષીત કરવા માટે ૧૯પ૧ને કટ ઓફ વર્ષ બનાવવું જોઇએ કમીટીએ કહ્યું છે કે વિધાનસભા અને લોકસભામાં રાજયના મુળ વતનીઓ માટે ૬૭ ટકા અનામત ઉપરાંત અનુસુચિત જાતી અને જનજાતિ માટે પણ ૧૬ ટકા બેઠકો અનામત રાખવામાં આવે.

(3:49 pm IST)