Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

લાખો આંગણવાડીઓમાં શૌચાલય અને પાણી નથી

આંગણવાડીઓ માટે કરોડો ખર્ચાય છે : યુપીમાં સૌથી વધુ શૌચાલય વગરની આંગણવાડીઓ

નવી દિલ્હી : કેન્દ્ર સરકાર શૌચાલય બનાવવા અને પીવાનંુ પાણી ઉપલબ્ધ કરાવવા માટે કરોડો રૂપિયા ખર્ચી રહી છે. તેમ છતા પણ દેશની લગભગ ૩ લાખ ૬ર હજાર આંગણવાડી, કેન્દ્રમાં શૌચાલય અને ૧ લાખ પ૯ હજાર આંગણવાડી કેન્દ્રોમાં પીવાનું પાણી નથી. આમાં, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છતીસગઢના પણ હજારો કેન્દ્રો સામેલ છે. આના લીધે આ કેન્દ્રોમાં આવનાર લાખો મહિલાઓ અને બાળકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

ગર્ભવતી મહિલા અને ૬ વર્ષની ઉંમર સુધીના બાળકોની દેખભાળ જવાબદારી વાળા આંગણવાડી કેન્દ્રોની હાલત ખરાબ છે. લાખો આંગણવાડી કેન્દ્રો ભાડાના મકાાનમાં ચાલે છે ત્યાં શૌચાલયની સવલત ન હોવાથી મહિલાઓએ જયાં ત્યાં ભટકવુ પડે છે. આ ઉપરાંત પીવાના પાણીની સગવડ પણ સરકાર નથી આપી શકતી. જો કે છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન કેન્દ્રએ રાજયોને આ સુવિધાઓ વિકસીત કરવા માટે લગભગ ૧૪૧ કરોડ રૂપિયાની મદદ આપી છે.

ઉતર પ્રદેશમાં શૌચાલય વગરના આંગણવાડી કેન્દ્રોની સંખ્યા પ૩ હજાર જેટલી છે જે દેશમાં સૌથી વધારે છે. ત્યારે પછી રાજસ્થાન ર૭૩૧૮, છતીસગઢ ૧પ૪૪૩ વગેરે આવે છે. દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચ કરવા છતા પણ પરિસ્થિતિ સુધરતી નથી.

(3:46 pm IST)