Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

કાશ્મીર ઘાટીનો હવે બદલશે રાજનૈતિક નકશો

સૌ પ્રથમ વખત રાષ્ટ્રીય સીમાઆયોગ નક્કી કરશે મતક્ષેત્રોની સીમાઃ લાંબા સમયથી ભાજપની માંગ હતી પરંતુ નેશનલ કોંગ્રેસ અને પીડીપીનો વિરોધ હતો

શ્રીનગર, તા., ૧૯: જમ્મુ-કાશ્મીરમાં એક બાજુ પંચાયત ચુંટણીઓના બ્યુગલ વાગી ગયા છે તો વિધાનસભા ક્ષેત્રોની સીમા આંકવાની પ્રક્રિયાની જાહેરાત પણ થઇ ચુકી છે. ર૦૧૧ થી જનગણના આધાર ઉપર સીમા આયોગ ગઠીત કરવામાં આવ્યું છે. સુપ્રિમ કોર્ટના સેવા નિવૃત ન્યાયધીશની અધ્યક્ષતાના આ આયોગએ ચુંટણી કમિશ્નર સુશીલ ચંદ્રાને નોમીનેટ કર્યા છે. આ પ્રથમ મોકો હશે જયારે રાષ્ટ્રીય સીમા આયોગ જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ક્ષેત્રોની સીમા નક્કી કરશે. અત્યાર સુધી આ કાર્ય સ્થાનીક આયોગ કરતુ હતું. જમ્મુ ક્ષેત્રમાં વસ્તી વધારે હોવા છતાં વિધાનસભા સીટો કાશ્મીરમાં વધુ છે.

કુલ ૧૧૧ વિધાનસભા સીટોમાંથી ર૪ પાક અધિકૃત કાશ્મીરમાં હોવાથી આ બેઠકો ઉપર ચુંટણીઓ થતી નથી. કાશ્મીરમાં ૪૬ અને જમ્મુમાં ૩૭ સીટો છે. બંન્ને જગ્યાએ અલગ-અલગ દળોનો દબદબો હોવાથી રાજનૈતીક સમીકરણો બગડતા રહે છે. નવા સીમાંકન પછી જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા સીટોની સંખ્યા ૧૧૪ હોવાનું અનુમાન છે. તયાર બાદ સરકાર બનાવવા માટે પ૮ સીટો જરૂરી રહેશે.

લાંબા સમયથી ભાજપની માંગણી હતી

જમ્મુની વસ્તી પ૩,૭૮,પ૩૮ અને ક્ષેત્રફળ ર૬,ર૦૦ વર્ગ કિલોમીટર છે એટલે કે અહીંયા ૭૧૦ વર્ગ કિલોમીટર ઉપર એક વિધાનસભ્ય ચુંટવામાં આવે છે. જયારે ૪૬ સીટોવાળા કાશ્મીરમાં વસ્તી ૬૮,૮૮,૪૭પ અને ક્ષેત્રફળ ૧પ,૯૦૦ વર્ગ કિલોમીટર છે. અહીંયા ૩૪૯ વર્ગ કિલોમીટર દીઠ એક ધારાસભ્ય ચુંટવામાં આવે છે.

જમ્મુમાં સીટો વધવાથી આખા જમ્મુ-કાશ્મીરમાં રાજકારણના સમીકરણો બદલી જશે. જુનુ સીમાંકન ૧૯૯પમાં થયું હતું. ર૦૦રમાં તત્કાલીન સરકારે સીમાંકન ઉપર નિષેધ લગાવી દીધો હતો. ભાજપ લાંબા સમયથી નવા સીમાંકનની માંગ કરતી આવી છે. જયારે નેશનલ કોંગ્રેસ અને પીડીપી વિરોધ કરતું રહયુ઼ છે.

એસસી-એસટી અનામત સીટોની સંખ્યા વધી

પુનઃગઠન અધિનિયમ ર૦૧૯ અનુસાર એસસી અને એસટી માટે યોગ્ય અનામત સાથે વિધાનસભામાં સીટોની સંખ્યા ૧૦૭થી વધીને ૧૧૪ થઇ ગઇ છે. લડાખની ૪ સીટો મળીને કુલ ૮૭ સીટો હતી જેમાં પાક અધિકૃત કાશ્મીરની ર૪ સીટોનો પણ સમાવેશ થાય છે.

(3:44 pm IST)