Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

પર્યાવરણમંત્રીને સુપ્રીમકોર્ટમાં બોલાવવાનો ASG એ કર્યો વિરોધ : sc એ કહ્યું કેસ આખા દેશ માટે મહત્વપૂર્ણ

કોર્ટે હાલ આવો કોઇ આદેશ પસાર કર્યો નથી. આ તો મંતવ્ય છે.

નવી દિલ્હી : જાહેર પરિવહન અને સરકારી વહનોને ઇલેક્ટ્રિક વાહનોમાં ફેરવવાના કેસની  સુનવણી થઇ. આ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી કેન્દ્ર સરકારે જવાબ દાખલ કરવાનો સમય માંગ્યો. સુનવણી દરમ્યાન ચીફ જસ્ટિસ એસએ બોબડે એ કહ્યું કે અમે ઇચ્છીએ છીએ કે કેન્દ્રીય પર્યાવરણ મંત્રી કોર્ટમાં આવીને જણાવે કે સમસ્યા કયાં આવી રહી છે. તેના પર એડિશનલ સોલિસિટર જનરલે કહ્યું કે જો કેન્દ્રીય મંત્રીને સુપ્રીમ કોર્ટે બોલાવાશે તો તેની રાજકીય અસર પડશે.
તેના પર જસ્ટિસ એસએ બોબડે એ કહ્યું કે કોર્ટે હાલ આવો કોઇ આદેશ પસાર કર્યો નથી. આ તો મંતવ્ય છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને 4 સપ્તાહમાં મીટિંગ કરીને ઇલેક્ટ્રિક વાહનો સાથે સંબંધિત કેસમાં વિચાર કરવા માટે કહ્યું. સુપ્રીમ કોર્ટે કહ્યું કે પ્રદૂષણને લઇ સમજૂતી કરી શકાય નહીં. કોર્ટે કહ્યું કે આ કેસ માત્ર દિલ્હી-એનસીઆર માટે અગત્યનો નથી પરંતુ આખા દેશ માટે મહત્વપૂર્ણ છે.

(1:47 pm IST)