Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

ઈમરાનને ભારે ચિંતા ! તો ભારતના મુસ્લિમો પાકિસ્તાન તરફ વળશે!!!

ભારતની અતિરાષ્ટ્રવાદની વિચારધારા કોઈપણ પ્રકારના અવરોધ વગર ચાલુ રહેશે તો તેનાથી વિનાશ સર્જાઈ શકે છે : પાકિસ્તાન માટે વધુ એક શરણાર્થી કટોકટી સર્જાઈ શકે છે : ઈમરાન ખાન

ઇસ્લામાબાદ, તા.૧૯ : પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનેસોમવારે એવી ચેતવણી આપી છે કે જોઆંતર રાષ્ટ્રીય સમુદાય ભારતની વર્તમાનપરિસ્થિતિની નોંધ લેવામાં નિષ્ફળ નીવડશેતો પાકિસ્તાન બીજી શરણાર્થી કટોકટીનોસામનો કરી શકે છે.

પાકિસ્તાનમાંઅફઘાન શરણાર્થીઓના ૪૦ વર્ષના પ્રસંગેઇસ્લામાબાદમાં યોજવામાં આવેલી બેદિવસીય શરણાર્થી શિખર પરિષદમાં પ્રવચન આપતા ઇમરાનખાને જણાવ્યું કે ભારતની અતિરાષ્ટ્રવાદની વિચારધારા કોઇ પણ પ્રકારના અવરોધ વગર ચાલુરહેશે તો તેનાથી વિનાશ સર્જાઇ શકે છેઅને આ પ્રદેશ તેનું કેન્દ્ર બની શકે છે.

તેમણે એવું પણ કહ્યું કે જો આંતરરાષ્ટ્રીયસમુદાય આ પરિસ્થિતિની નોંધ નહીં લેતો ભારતના મુસ્લિમો પાકિસ્તાન તરફ વળશે અને તેનાથી પાકિસ્તાન માટે અન્યએક શરણાર્થી કટોકટી સર્જાઇ શકે છે. દુનિયા ન્યૂઝ દ્વારા પાકિસ્તાનના વડાપ્રધાનને એમ કહેતા ટાંકવામાં આવ્યા છે કે આ જવાહરલાલ નેહરૂ અને મહાત્મા ગાંધીનું ભારત નથી. સંયુક્ત રાષ્ટ્રે તેની ભૂમિકા ભજવવી જોઇએ નહિંતર ભવિષ્યમાં આ બાબત મોટી સમસ્યા બનશે.

ઇમરાન ખાને કહ્યું કે ભારત ૧૧દિવસમાં પાકિસ્તાનનો નાશ કરી શકે છેએવા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનુંનિવેદન એક વિશાળ વસ્તી ધરાવતાપરમાણુ સંપન્ન દેશના વડાપ્રધાન દ્વારા આજવાબદારીવાળું નિવેદન નથી. આ શિખર પરિષદમાં સંયુક્ત રાષ્ટ્રના મહામંત્રીએન્ટોનિયો ગુટેરેસની ઉપસ્થિતિમાં ઇમરાનખાને આ નિવેદન કર્યું હતું.

(1:23 pm IST)