Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

ICICI પ્રુડ. મ્યુ.ફંડને ક્રેડિટ રિસ્ક મેનેજમેન્ટ ક્ષેત્રે લીડરશીપ એવોર્ડ : યશકલગીમાં વધુ એક પીંછ

પડકારજનક માહોલમાં પણ ડેટમાં ૧૫.૬ ટકાની હિસ્સેદારી

મુંબઇ તા. ૧૯ : અગ્રણી મ્યુચ્યુઅલ ફંડ કંપની આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડને ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં ક્રેડિટ રિસ્ક મેનેજમેન્ટ માટે ફિન્નોવિટી ૨૦૨૦ એવોર્ડમાં લીડરશીપ એવોર્ડ મળ્યો છે. નોલેજ પાર્ટનર ડેલોઇટના એસોસિયેશનમાં બેંકિંગ ફ્રન્ટિયર દ્વારા આ એવોર્ડ આપવામાં આવ્યો છે. કંપનીના ફંડ મેનેજર અખિલ કક્કડ અને કોર્પોરેટ કમ્યુનિકેશનના વડા આદિલ બકશીએ આ એવોર્ડ સ્વિકાર્યો હતો.

 

નોમિનેશનના આધાર ઉપર ઉપરોકત એવોર્ડ આપવામાં આવ્યો છે, જેમાં આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલને લીડરશીપ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યું છે. તેના મુખ્ય જયુરીમાં ઇન્ડિયન ઓવરસિઝ બેન્કના પૂર્વ ચેરમેન એમ. નરેન્દ્ર, ઓબીસી બેન્કના પૂર્વ ચેરમેન ટી. વાય પ્રભુ, દેના બેન્કના પૂર્વ ચેરમેન અશ્વિની કુમાર, સેન્ટ્રલ બેન્કના પૂર્વ ચેરમેન એમ. ટંકસાલે વગેરે સામેલ હતાં. ઉલ્લેખનીય છે કે હાલમાં તમામ ફંડ હાઉસ ડેટ પેપર ડિફોલ્ટમાં ફસાયેલા છે, તેવી સ્થિતિમાં આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલની એકપણ સ્કીમ ડેટ પેપરની ચૂકવણીમાં વિલંબ અથવા ડિફોલ્ટમાં ફસાઇ નથી. ફંડ હાઉસ ક્રેડિટ રિસ્ક મેનેજમેન્ટમાં રોકાણનું જે પદ્ઘતિ અનુસરે છે, તેના કારણે જ ફંડ હાઉસને છેલ્લાં બે દાયકામાં કોઇપણ સ્કીમ ડિફોલ્ટનો સામનો કરવો પડ્યો નથી.આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલના એમડી અને સીઇઓ નિમેશ શાહનું કહેવું છે કે, અમે દસ વર્ષ પહેલાં ક્રેડિટ રિસ્ક મેનેજમેન્ટને ફંડ મેનેજમેન્ટથી અલગ કરીને એક સ્વતંત્ર ક્રેડિટ એસેસમેન્ટ સ્થાપિત કર્યું છે, જે ફંડ હાઉસને ક્રેડિટના નિર્ણયમાં કોઇપણ પ્રકારના ઝુકાવથી બચાવે છે. આ કારણે આ ફંડ હાઉસે પડકારજનક માહોલમાં પણ ડેટમાં સૌથી વધુ ૧૫.૬ ટકાની બજાર હિસ્સેદારી જાળવી રાખી છે. ડેટમાં તેનું એયુએમ પણ ગત વર્ષે ૩૫ ટકા વધ્યું છે, જયારે કે ફંડ ઉદ્યોગની વૃદ્ઘિ ૧૭.૭ ટકા રહી છે. અમારું માનવું છે કે ઉંચા વ્યાજ દરની પાછળ ભાગવા કરતાં ક્રેડિટનું સ્વતંત્ર વિશ્લેષણ કરવામાં આવે અને રોકાણકારોને કોઇપણ પ્રકારનું જોખમ ન થાય.

(11:28 am IST)