Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

ખર્ચની શરૂઆતમાં આગમન

SBI કાર્ડનો IPO ખરીદવા તૈયાર થઇ જાવ IRCTCની જેમ જ થઇ શકશો માલામાલ

મુંબઇ તા. ૧૯: ગયા વર્ષે આઇઆરસીટીસીના આઇપીઓએ રોકાણકારોને માલામાલ કર્યા હતા. હવે લોકો એસબીઆઇ કાર્ડસના આઇપીઓની તત્પરતા પૂર્વક રાહ જોઇ રહ્યા છે. એસબીઆઇ કાર્ડસ એન્ડ પેમેન્ટ સર્વીસીઝનો આઇપીઓ માર્ચની શરૂઆતમાં લાવવાની તૈયારી છે. પહેલા તે ફેબ્રુઆરીમાં આવવાના સમાચાર હતા. સેબીએ એસબીઆઇ કાર્ડના આઇપીઓને લાવવાની મંજુરી આપી દીધી છે.

મીડીયા રિપોર્ટસનું માનીએ તો  આ આઇપીઓથી કંપની ૯ થી ૧૦ હજાર કરોડ રૂપિયાની રકમ ભેગી કરી શકે છે. એસબીઆઇ કાર્ડસ કંપની પર સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને પ્રાઇવેટ ઈકવીટી ફર્મ કાર્બાઇલ ગ્રુપના  માલિકી હક્ક છે. કંપની પહેલા પોતાના એન્કર ઈન્વેસ્ટર્સ માટે શેર બહાર પાડશે. તે પછી માર્ચના પહેલા સપ્તાહમાં આઇપીઓ લોંચ  કરશે.  આ વર્ષનો આ પહેલો આઇપીઓ હશે. કંપનીના  આઇપીઓને મેનેજ કરવાની જવાબદારી કોટક મહિન્દ્રા કેપિટલ, એકસીસ કેપિટલ, BOFA સીકયોરીટીઝ, એચએસબીસી, નોમુરા અને એસબીઆઇ કેપીટલ માર્કેટસ પર છે.

ક્રેડિટ કાર્ડ માર્કેટમાં  એસબીઆઇની હિસ્સેદારી ૧૮ ટકા છે. ૯૦ લાખ ૪૬ હજાર ક્રેડીટ કાર્ડ સાથે એસબીઆઇ દેશમાં બીજા નંબરની બેંક છે. જાણકારોનું માનીએ તો એસબીઆઇ કાર્ડનો આઇપીઓ આઇઆસીટીસીથી પણ વધારે સફળ થશે.

ગયા વર્ષે આઇઆરસીટીસીનો આઇપીઓ આવ્યો હતો. ૧૦ રૂપિયાની કિંમતના શેરની બેઝપ્રાઇસ ૩૧૫ થી ૩૨૦ રૂપિયા નક્કી કરવામાં આવી હતી. આ આઇપીઓને જોરદાર રિસ્પોન્સ મળ્યો હતો. બીએસઈમાં તેનુ લીસ્ટીંગ ૬૪૪ રૂપિયાએ થયુ હતુ. આજે તે શેરનો ભાવ ૧૬૦૦ રૂપિયાથી પણ વધારે પહોંચી ગયો છે.

(11:27 am IST)