Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

રામ નવમીથી (બીજી એપ્રિલ) રામ મંદિર નિર્માણની તૈયારી

રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના એલાનની રાહઃ દેશભરમાં માહોલ જગાવવા કાર્યક્રમોની હારમાળા સર્જાશે

રાજકોટ તા. ૧૯ :.. ભારત સરકારે રચેલ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણ માટેની રૂપરેખા તૈયાર કરવા આજે દિલ્હીમાં ટ્રસ્ટની પ્રથમ બેઠક યોજાયેલ છે. જેમાં સંભવ રામ નવમી બીજી એપ્રિલ ગુરૂવારથી મંદિર નિર્માણનો શુભારંભ કરવાનો નિર્ણય લેવાય તેવા નિર્દેષ મળે છે. રામલલ્લાની મૂર્તિનું સ્થાન, મંદિર નિર્માણ માટે ભાવિકો તરફના દાનનો સ્વીકાર વગેરે બાબતે ચર્ચા થશે. સરકારે ટ્રસ્ટમાં સાધુ-સંતો સહિત ૧પ લોકોની વરણી કરી છે.

અયોધ્યામાં કરોડો લોકોની શ્રધ્ધાના કેન્દ્ર સમાન ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરવા માટે અનેક આંદોલન અને વર્ષોના વિવાદ બાદ મંદિર નિર્માણનો માર્ગ સુપ્રીમના ચૂકાદાથી ખુલ્લો થયો છે. ભગવામન શ્રી રામનાં જન્મદિન રામ નવમીથી નિર્માણ કાર્યનો પ્રારંભ કરવા માટે ટ્રસ્ટમાં નિર્ણય થાય તેવી પ્રબળ શકયતા છે. ટ્રસ્ટના મંદિર નિર્માણના સત્તાવાર એલાન તરફ કરોડો લોકોની મીટ છે.

અયોધ્યામાં શ્રી રામ મંદિર નિર્માણના પ્રારંભના અરસામાં દેશભરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હિન્દુત્વનો માહોલ જગાવવા માટે કાર્યક્રમો યોજવાની તૈયારી થઇ રહી છે.  મંદિર નિર્માણનો નિર્ણય મોદી સરકારના કાર્યકાળમાં થયો હોવાથી ભાજપ પણ તેને અનુલક્ષીને કાર્યક્રમો યોજે અથવા કાર્યક્રમમાં જોડાય તેવી સંભાવના છે.

(11:26 am IST)