Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

ગુવાહાટી હાઇકોર્ટે કહ્યું: વોટર આઈડી કાર્ડ નાગરિકતાની સાબિતી નથી

કોર્ટે એ પણ કહ્યું કે ભૂમિ રાજસ્વ રશીદ, પાન કાર્ડ, અને બેન્કના દસ્તાવેજોનો ઉપયોગ નાગરિકતા સાબિત કરવા માટે કરી શકાય નહીં

ગુવાહાટી, તા.૧૯: ગુવાહાટી હાઇકોર્ટે ફરી એક વખત કહ્યું છે કે ફોટા સાથેનું વોટર આઈડેન્ટિટી કાર્ડ કોઈ વ્યકિતની નાગરિકતાની અંતિમ સાબિતી હોઈ શકે નહીં. હાઇકોર્ટે આ આસમ અકોર્ડ અંતર્ગત કોઈના વિદેશી હોવાના સંબંધમાં કહી છે. કોર્ટે એ પણ કહ્યું કે ભૂમિ રાજસ્વ રશીદ, પાન કાર્ડ, અને બેન્કના દસ્તાવેજોનો ઉપયોગ નાગરિકતા સાબિત કરવા માટે કરી શકાય નહીં.

હાઇકોર્ટના જસ્ટિસ મનોજિત ભુયન અને જસ્ટિસ પ્રથ્વીજયોતિ સાઇકાએ જૂનો નિર્ણય દોહરાવ્યો હતો. કોર્ટે આ પહેલા મુનીંદ્ર વિશ્વાસ દ્વારા દાખલ એક મામલામાં આવો જ નિર્ણય આપ્યો હતો. જેમાં તિનસુકિયા જિલ્લામાં એક વિદેશી ટ્રિબ્યૂનલના નિર્ણયને પડકાર્યો હતો.

મોહમ્મદ બાબુલ ઇસ્લામ વર્સિસ આસમ રાજય (કેસ સંખ્યા ૩૫૪૭)માં કોર્ટે નિર્ણય આપ્યો હતો કે મતદાતા ફોટો ઓળખપત્ર નાગરિકતાનું પ્રમાણ નથી. જુલાઈ ૨૦૧૯માં ટ્રિબ્યૂનલ દ્વારા વિદેશી ઘોષિત કરાયેલા વિસ્વાસે કોર્ટને બતાવ્યું હતું કે તેના દાદા દુર્ગા ચરણ વિશ્વાસ પશ્ચિમ બંગાળના નદિયા જિલ્લાના હતા અને તેના પિતા ઇન્દ્ર મોહન વિશ્વાસ ૧૯૬૫માં આસમના તિનસુકિયા જિલ્લામાં ચાલ્યા ગયા હતા.

અરજી કર્તાએ કહ્યું કે તેનો આસમમાં જન્મ થયો છે. તિનસુકિયા જિલ્લાના માર્ગેરિટા શહેરનો રહેવાસી છે અને મતદાતા યાદીમાં પોતાનું નામ હોવાની સાબિતી રજુ કરી હતી. આ સાથે ૧૯૭૦માં ખરીદેલા જમીનના દસ્તાવેજ પણ રજુ કર્યા હતા.

જોકે કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે અરજીકર્તા ૧૯૯૭ પહેલાની મતદાતા યાદી આપવામાં નિષ્ફળ રહ્યો છે. જેમાં એ સાબિત થઈ શકે કે તેના માતા-પિતા ૧ જાન્યુઆરી ૧૯૬૬ પહેલા આસામમા પ્રવેશ કરી ચૂકયા હતા અને ૨૪ માર્ચ ૧૯૭૧થી પહેલા રાજયમાં રહી રહ્યા હતા.નાગરિકતા અધિનિયમ ઉપબંધ 6A પ્રમાણે આસમ સમજુતી પ્રમાણે રાજયમાં નાગરિકતા માટે આધાર વર્ષ ૧ જાન્યુઆરી ૧૯૬૬ છે. જે લોકો ૧ જાન્યુઆરી ૧૯૬૬ અને ૨૪ માર્ચ ૧૯૭૧ વચ્ચે રાજયમાં વસેલા છે તેમને દસ વર્ષના ગાળા માટે પોતાના વોટિંગના અધિકારથી હાથ ધોવો પડશે. આ સમયગાળો પુરો થયા પછી તેને વોટ આપવાનો અધિકાર મળી જશે.

(10:03 am IST)