Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

અમેરિકામાં આજથી 5Gની શરૂઆત : એર ઇન્ડિયાએ અમેરિકાની ફલાઇટો કરી રદ્દ

5G ટેકનીકથી એરલાઇન્સની ફ્રીકવેન્સીમાં અડચણ આવવાની શકયતા

નવી દિલ્હી તા. ૧૯ : અમેરિકામાં આજથી 5G સેવા શરૂ થઈ રહી છે. આ કારણે હજારો ઉડાનોને અસર પહોચવાની આશંકા છે. આનાથી એર ઈન્ડિયાની ઉડાનોને પણ અસર થઈ છે. એર ઈન્ડિયાએ દુબઈથી અમેરિકાના વિભિન્ન એરપોર્ટ્સ પર આવનારી ઉડાનોને રદ્દ કરી દીધી છે.

હકિકતમાં 5G ટેકનીકથી એરલાઈન્સની ફ્રીકવેન્સીમાં અડચણ આવવાની શકયતા છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં હાલ ફકત એર ઈન્ડિયા જ અમેરિકા માટે ફલાઈટ્સ ઓપરેટ કરી રહી છે. યૂનાઈડેટ એરલાઈન્સે કહ્યું કે અમેરિકાની સરકારનો આ પ્લાન વિમાન સેવાઓને ગંભીર રીતે અસર પહોંચાડશે

એર ઈન્ડિયા તરફથી અમેરિકા તથા ભારતની વચ્ચે વિમાન સેવાઓમાં ફેરફાર કરવામાં આવવાનો છે. વિમાન સેવાઓ વાળી એર ઈન્ડિયાએ ટ્વીટ કરી આની જાણકારી આપી. હકિકતમાં અમેરિકામાં બુધવારે ૧૯ જાન્યુઆરીથી 5G ટેકનોલોજી લાગૂ થવા થઈ રહી છે. આનાથી હજારો ઉડાનોને અસર પહોંચી શકે છે. દુબઈના અમિરાત એરલાઈન્સે મંગળવારે આ પ્લાન આપ્યો કે અમેરિકાની વિભિન્ન જગ્યાઓ પર જનારી ઉડાનોને રદ્દ કરી દેવામાં આવી છે. કંપનીએ ટ્વીટમાં કહ્યુ કે ૧૯ જાન્યુઆરીએ દિલ્હીથી વોશિંગ્ટન જનારી ફલાઈટ AI103 પોતાના નિયત સમયથી રવાના થશે. અન્ય ઉડાનો માટે અપડેટ ચેક કરો.

ઉલ્લેખનીય છે કે અમેરિકાની તમામ મોટી એરલાઈન્સે બાયડન પ્રશાસનથી આ મામલામાં હસ્તક્ષેપ કરવા અને આને થોડાક સમય માટે ટાળવાની અરજ કરી છે. કંપનીઓએ સાથે ચેતવણી પણ આપી કે આનું પરિણામ નુકસાનકારક હોઈ શકે છે. હકિકતમાં 5G ટેકનોલોજીથી એરલાઈન્સની ફ્રિકવેન્સીમાં અવરોધ આવવાની આશંકા છે. લગભગ ૧૦ એરલાઈન્સ કંપનીઓએ સરકારને એક પત્ર લખ્યો. પત્ર અનુસાર એરલાઈન્સ અને ટેલિકમ્યુનિકેશન ઈન્ડસ્ટ્રીની વચ્ચે વાતચીત ચાલી રહી છે. આ વાતચીત બાદ 5G ટેકનોલોજીની શરૂઆતને થોડાક દિવસો ટાળી હતી.

(9:55 am IST)