Gujarati News

Gujarati News

News of Sunday, 19th January 2020

FPI દ્વારા નવા વર્ષમાં કુલ ૧,૨૮૮ કરોડ ઠલવાયા છે

ઇક્વિટીમાં ૧૦૨૦૦ કરોડ રૂપિયાનું જંગી રોકાણ : ડેબ્ટ માર્કેટથી ૮૯૧૨ કરોડથી વધુની રકમ પાછી ખેચાઈ

નવીદિલ્હી, તા.૧૯ : વિદેશી મૂડીરોકાણકારોએ જાન્યુઆરી મહિનામાં ભારતીય મૂડી માર્કેટમાં હજુ સુધી જંગી ખરીદી કરી છે. અમેરિકા અને ઇરાન વચ્ચે ભૌગોલિક તંગદિલી વધી છે અને સ્થાનિક આર્થિક પડકારો પણ મોટાપાયે રહેલા હોવા છતાં વિદેશી મૂડીરોકાણકારો આશાસ્પદ રહ્યા છે. આજે જારી કરવામાં આવેલા આંકડા મુજબ પહેલી જાન્યુઆરીથી લઇને ૧૭મી જાન્યુઆરી વચ્ચેના ગાળામાં ઇક્વિટીમાં ૧૦૨૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે જ્યારે ડેબ્ટ માર્કેટમાંથી ૮૯૧૨ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા છે. જેના પરિણામ સ્વરુપે જાન્યુઆરી મહિનામાં ૧૨૮૮ કરોડ રૂપિયાનું રોકાણ રહ્યું છે. જાન્યુઆરી મહિનામાં એફપીઆઈ રોકાણના આંકડા ખુબ મહત્વપૂર્ણ રહ્યા છે. ૨૦૧૯માં એફપીઆઈ દ્વારા ઇક્વિટી અને ડેબ્ટ બંનેમાં ૭૩૨૭૬.૬૩ કરોડ રૂપિયા ઠાલવી દીધા હતા. જાન્યુઆરી, જુલાઈ, ઓગસ્ટને બાદ કરતા એફપીઆઈએ સમગ્ર વર્ષ દરમિયાન બાકીના મહિનાઓમાં નાણા ઠાલવ્યા હતા.

            ગયા વર્ષે નવેમ્બર મહિનામાં એફપીઆઈ દ્વારા ૨૨૮૭૧.૮ આઠ કરોડ રહ્યો  હતો. એફપીઆઈ દ્વારા સપ્ટેમ્બર મહિનામાં ૬૫૫૭.૮ કરોડ અને ઓક્ટોબરમાં પણ રોકાણ કર્યું હતું. એફપીઆઈ દ્વારા અગાઉના બે મહિનામાં પણ લેવાલી હાથ ધરવામાં આવી હતી.  આ પહેલા ઓક્ટોબર મહિનામાં એફપીઆઈ દ્વારા ૧૬૪૬૪.૬ કરોડ રૂપિયા રોકવામાં આવ્યા હતા જ્યારે સપ્ટેમ્બર મહિનામાં તેઓએ ૬૫૫૭.૮ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. આ પહેલા એફપીઆઈ દ્વારા ઇક્વિટી અને ડેબ્ટ માર્કેટમાં સપ્ટેમ્બર મહિનામાં ૬૫૫૭.૮ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા હતા. સરકાર દ્વારા ઇક્વિટી મૂડીરોકાણ ઉપર હાલમાં ટેક્સ માળખાની સમીક્ષા સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. આ તમામ પગલાની તરત અસર દેખાશે નહીં પરંતુ લાંબા ગાળે આ તમામ પગલાઓની અસર દેખાશે. છેલ્લા થોડાક મહિનાઓમાં મૂડી પ્રવાહમાં સતત ઉતારચઢાવની સ્થિતિ જોવા મળી રહી છે.  વિદેશી મૂડીરોકાણકારોની નજર હવે પહેલી ફેબ્રુઆરીના દિવસે રજૂ કરવામાં આવનાર સામાન્ય બજેટ પર કેન્દ્રિત થઇ ગયું છે જે આશાસ્પદ રહે તેવી સંભાવના રહેલી છે.

FPI હાલ સાવધાન...

*       અમેરિકા અને ઇરાન વચ્ચે તંગદિલી વધી છતાં એફપીઆઈ દ્વારા નવેસરથી લેવાલી

*       ભારતીય મુડી માર્કેટમાં જાન્યુઆરીમાં હજુ સુધી ૧૨૮૮ કરોડનું રોકાણ કરાયું

*       ઇક્વિટીમાં એફપીઆઈએ ૧૦૨૦૦ કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કરી દીધું છે

*       એફપીઆઈએ પહેલી જાન્યુઆરીથી ૧૭મી જાન્યુઆરી સુધી ડેબ્ટ માર્કેટમાંથી ૮૯૧૨ કરોડ રૂપિયા પાછા ખેંચ્યા

*       વિદેશ મુડી રોકાણકારો સતત ચાર મહિના સુધી લેવાલીના મુડમાં રહ્યા બાદ વેચવાલીમાં રહ્યા

*       સપ્ટેમ્બર ૨૦૧૯ બાદથી સતત લેવાલી રહી હતી

*       ૨૦૧૯માં ૭૩૨૭૬.૬૩ કરોડ રૂપિયાનું ભારતીય મૂડી માર્કેટમાં જંગી રોકાણ પણ કરાયું હતું

*       ૨૦૧૫માં ૬૩૦૦૦ કરોડનું મૂડીરોકાણ કરાયું હતું

*       આર્થિક સુસ્તી અને અન્ય નકારાત્મક પાસા હોવા છતાં વિદેશી મૂડીરોકાણકારો હાલમાં આશાવાદી બનેલા છે

એફપીઆઈની સ્થિતિ

નવીદિલ્હી, તા.૧૯ : એફપીઆઈએ નવા વર્ષની શરૂઆત કરી છે. ૨૦૧૯માં ૭૩૨૭૬.૬૩ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક વર્ષમાં મૂડી માર્કેટમાં એફપીઆઈનું વલણ નીચે મુજબ રહ્યું છે.

વર્ષ

આંકડા

૨૦૧૯

૭૩૨૭૬.૬૩ કરોડ ઠલવાયા

૨૦૧૮

૮૩૧૪૬ કરોડ ખેંચાયા

૨૦૧૭

૫૧૦૦૦ કરોડ ઠલવાયા

૨૦૧૬

૨૦૫૦૦ કરોડ ઠલવાયા

૨૦૧૫

૧૭૮૦૦ કરોડ ઠલવાયા

૨૦૧૪

૯૭૦૦૦ કરોડ ઠલવાયા

૨૦૧૩

૧.૧૩ લાખ કરોડ ઠલવાયા

૨૦૧૨

૧.૨૮ લાખ કરોડ ઠલવાયા

(8:15 pm IST)