Gujarati News

Gujarati News

News of Sunday, 19th January 2020

ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર પાંચ લાખ કરોડ ખર્ચ કરાશે

નાણાંની કોઇ કમી નથી : નીતિન ગડકરી

નવી દિલ્હી, તા.૧૯ : માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આજે કહ્યું હતું કે, આ વર્ષે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ ઉપર તેમના મંત્રાલય દ્વારા પાંચ લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. મહારાષ્ટ્રના નાગપુરમાં વીએનઆઈટીના ઉદ્ઘાટન કાર્યક્રમમાં વાત કરતા ગડકરીએ આ મુજબની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષના ગાળામાં ૧૭ લાખ કરોડ રૂપિયાના કોન્ટ્રાક્ટ તેમના દ્વારા આપવામાં આવી ચુક્યા છે.

           આ વર્ષે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ ઉપર ખર્ચમાં આંકડો પાંચ લાખ કરોડ સુધી પહોંચી શકે છે. કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે, નાણાંની કોઇ પણ કમી દેખાઈ રહી નથી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને સરકાર ઉચ્ચ પ્રાથમિકતા આપવા માટે ઇચ્છુક છે. ગડકરીએ એમ પણ કહ્યું હતું કે, દેશના જુદા જુદા ભાગોમાં માર્ગોની જાળ બિછાવવામાં આવી રહી છે. આના લીધે સામાન્ય લોકોની સાથે સાથે પરિવહનની સુવિધામાં વધારો થશે. લોકોને વધારે વિકલ્પો મળશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને હાલમાં સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે

(8:08 pm IST)