Gujarati News

Gujarati News

News of Sunday, 19th January 2020

નિર્ભયા કેસ : ઇન્દિરા જયસિંહને લઇ અરવિંદ કેજરીવાલ ઉપર તીવ્ર પ્રહારો

કરદાતાઓના કેટલા પૈસા ચુકવાયા : ભાજપ : જેલ વિભાગ દિલ્હી સરકારની પાસે છે : પોલીસની સાથે કોઇ લેવા દેવા નથી છતાં દોષિતને સૂચના અપાઈ ન હતી

નવીદિલ્હી, તા. ૧૯ : ભારતીય જનતા પાર્ટીએ નિર્ભયા ગેંગરેપ કેસના અપરાધીઓની ફાંસી વારંવાર ટળવાના મુદ્દે દિલ્હીની કેજરીવાલ સરકાર પર આજે પ્રહારો કર્યા હતા. આ વખતે પાર્ટીએ સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ ઇન્દિરા જયસિંહના નિવેદનના બહાને આમ આદમી પાર્ટી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઉપર પ્રહાર કર્યા હતા. પ્રદેશ ભાજપના અધ્યક્ષ મનોજ તિવારી, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ સાજિયા ઇલ્મી, ભાજપ મહિલા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિજ્યા રાહટકર અને પાર્ટી નેતા સરોજ પાંડેએ પત્રકાર પરિષદ યોજીને નિર્ભયા ગેંગરેપ અને મર્ડર મામલામાં સરકારને અનેક પ્રશ્નો કર્યા હતા. સાજિયા ઇલ્મીએ દાવો કરતા કહ્યું હતું કે, ઇન્દિરા જયસિંહના આમ આદમી પાર્ટી સાથે ખુબ સારા સંબંધો રહેલા છે. કેજરીવાલના વકીલ રહ્યા છે જ્યારે દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે, દિલ્હીમાં એડમિનિસ્ટ્રેશનના હેડ એલજી રહેશે ત્યારે ઇન્દિરા જયસિંહેએ આ સમગ્ર મામલામાં આમ આદમી પાર્ટીનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

            તેમણે કહ્યું હતું કે, જ્યારે કેજરીવાલ અને આનંદ ગ્રોવરના આવાસ પર દરોડા પડ્યા હતા ત્યારે કેજરીવાલે પત્રકાર પરિષદ યોજીને સીબીઆઈ ઉપર વિચ હિન્ટીંગના આરોપ મુક્યા હતા. દિલ્હીના ૬૫ લાખથી વધારે કરદાતાના પૈસા કેજરીવાલે ઇન્દિરા જયસિંહને આપી દીધા છે. સાજિયાએ આપ સરકારને ત્રણ પ્રશ્નો કર્યા હતા. બળાત્કારી, કાતિલોની સાથે રહેલી ઇન્દિરા જયસિંહને દિલ્હીના કરદાતાઓની કેટલી રકમ ફી તરીકે ચુકવવામાં આવી છે. દિલ્હી મહિલા પંચના અધ્યક્ષ અનશન ઉપર છે. કેજરીવાલ ઉપર પ્રહારો કરવામાં આવ્યા હતા. સાજિયાએ કહ્યું હતું કે, દિલ્હી સરકારે એલજી પાસેથી પરવાનગી લીધા વગર જ ૨૦૧૮માં જેલમાં મેન્યુઅલને બદલી દેવામાં આવ્યા હતા. આનો મતલબ એ થયો કે, સરકાર પાસે અધિકાર છે. દિલ્હી પોલીસ સાથે આને કોઇ લેવા દેવા નથી. જે નોટિસ જુલાઈ ૨૦૧૭માં આપવામાં આવનાર હતું તે ઓક્ટોબર ૨૦૧૯માં આપવામાં આવી હતી.

           દોષિતોને આ નોટિસ માત્ર દિલ્હી સરકાર તરફથી જ આપવામાં આવનાર હતી. દિલ્હી ભાજપના અધ્યક્ષ મનોજ તિવારીએ કહ્યું હતું કે, નિર્ભયા કેસમાં કેટલાક મામલાના અન્ય તથ્યો પણ છે જેના પર પ્રકાશ ફેંકવાની જરૂર છે. જુલાઈ ૨૦૧૭માં જ નિર્ભયાના દોષિતોને સજા થઇ હતી. ત્યારબાદ દિલ્હી સરકારની ફરજ હતી કે દોષિતોને શું સજા થઇ છે તે અંગે વાત કરવાની જરૂર હતી પરંતુ બે વર્ષ સુધી કેજરીવાલ સરકારે આની સૂચના આપી ન હતી. તેઓએ પ્રશ્ન કર્યો હતો કે, જેલ વિભાગ મારફતે ગુનેગારોને જે સુચનાઓ આપવામાં આવનાર હતી તે સૂચના કેજરીવાલ સરકારે કેમ આપી ન હતી. તિવારીએ પ્રશ્ન કરતા કહ્યું હતું કે, નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયા કહે છે કે, દિલ્હી પોલીસ તેમના હેઠળ નથી જેથી નોટિસ આપવામાં આવી ન હતી પરંતુ વાસ્તવિકતા એ છે કે, જેલ વિભાગ દિલ્હી સરકારની પાસે છે. પોલીસ સાથે આને કોઇ લેવા દેવા નથી.

(8:01 pm IST)