Gujarati News

Gujarati News

News of Sunday, 19th January 2020

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાલે તમામ વિદ્યાર્થીની સાથે સીધી ચર્ચા

દિલ્હીના ટાલકટોરા મેદાનમાં કાર્યક્રમનું આયોજન : પરીક્ષાઓ પૂર્વે વડાપ્રધાન વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપશે : કરોડો વિદ્યાર્થી કાર્યક્રમને ભારતમાં લાઇવ જોશે

નવી દિલ્હી,તા. ૧૯ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે વિદ્યાર્થીઓની સાથે પરીક્ષા પર ચર્ચા કરનાર છે. આ  ખાસ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને પ્રશ્નો કરવાની તક આપવામાં આવનાર છે. દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે આયોજિત થનાર આ કાર્યક્રમને લઇને તડામાર તૈયારી પૂર્ણ થઇ ચુકી છે. વડાપ્રધાનની સાથે આ કાર્યક્રમમાં આ વખતે અન્યોને પ્રશ્નો કરવાની તક આપવામાં આવનાર નથી. વાતચીત અને ચર્ચા દરમિયાન વડાપ્રધાન વિદ્યાર્થીઓની સાથે કેટલાક ખાસ મુદ્દા પર વાત કરશે. સાથે સાથે ઉપયોગી સલાહ સુચન પણ કરનાર છે. પરીક્ષા પર ચર્ચા કાર્યક્રમની ત્રીજી એડિશન તૈયાર કરવામાં આવી રહી છે. આ વખતે માત્ર વિદ્યાર્થીઓને જ વડાપ્રધાન સાથે પ્રશ્નો કરવાની તક રહેશે. આ કાર્યક્રમને હોસ્ટ કરવાની જવાબદારી પણ વિદ્યાર્થીઓની જ રહેશે. એંકરિંગ માટે બે વિદ્યાર્થીઓ અને બે વિદ્યાર્થીનિઓની પસંદગી કરવામાં આવી છે.

            પહેલા બે કાર્યક્રમના સંચાલન માટે પ્રોફેશનલ એન્કરને રોકવામાં આવ્યા હતા. અમે દેશભરમાંથી નવમા ધોરણથી લઇને ૧૨ ધોરણ સુધીના વિદ્યાર્થીઓની આના માટે પસંદગી કરી છે. આ વિદ્યાર્થીઓની સંખ્યા ૨૦૦૦ રાખવામાં આવી છે. જે તાલકટોરા સ્ટેડિયમ ખાતે સામેલ થનાર છે. આશરે ત્રણ લાખ વિદ્યાર્થીઓ વચ્ચે નિબંધ લેખન અને ટેસ્ટના આધાર પર વિદ્યાર્થીઓની પસંદગી કરવામાંઆવી છે. બીજી બાજુ ૧૫ કરોડથી વધારે સ્કુલી વિદ્યાર્થીઓ આ કાર્યક્રમને લાઇવ નિહાળશે. જેનાસંબંધમાં તમામ તૈયારી કરી લેવામાં આવી છે. જે વિદ્યાર્થીઓ સીબીએસઇ બેકગ્રાઉન્ડધરાવે છે પરંતુ બહાર અભ્યાસ કરી રહ્યા છે તે પણ આ કાર્યક્રમને નિહાળી શકશે. આ કાર્યક્રમ મારફતે વડાપ્રધાન પાસેથીકિંમતી સુચન મળવાની તક લઇ લેવા માટે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને અભિભાવકો આશાવાદી છે.

(7:56 pm IST)