Gujarati News

Gujarati News

News of Sunday, 19th January 2020

સરકાર માછીમારોની આજીવિકાનું સાધન ગણાતી બોટ મુક્ત કરાવવામાં નિષ્ફળ :પાકિસ્તાને કરી નાખી હરાજી

પાકિસ્તાન માછીમારોને મુક્ત કરે છે. પરંતુ ફિશિંગ બોટો મુક્ત કરતું નથી

પોરબંદર આંતરરાષ્ટ્રીય જળસીમાએથી પાક મરીને અપહરણ કરાયેલી ફિશિંગ બોટોની પાક સરકારે હરાજી કરી. છેલ્લા 17 વર્ષમાં પાકિસ્તાન મરીને ગુજરાત સહિત ભારતના અનેક બંદરો પરથી ફિશિંગ બોટોનું અપહરણ કર્યું હતું. પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી અપહરણ કરાયેલા ફિશિંગ બોટોના માછીમારોને મુક્ત કરે છે. પરંતુ ફિશિંગ બોટો મુક્ત કરતી નથી. જેના કારણે માછીમારોની આજીવિકા અટવાઈ ગઈ છે અને માછીમારો બેકારીનો સામનો કરી રહ્યા છે

પાકિસ્તાન સરકારના કબજામાં દેશની એક હજારથી વધુ ફિશિંગ બોટો પડી છે. જેમાંથી આજે કેટલીક ફિશિંગ બોટોની હરાજી થયાનું બહાર આવ્યું છે. ફિશિંગ બોટોને મુક્ત કરાવવા અનેક વખત માછીમાર આગેવાનોએ ભારત સરકારમાં લેખિત અને મૌખિક રજૂઆત કરી છે. પરંતુ સરકાર માછીમારોની કમાણી અને આજીવિકાનું સાધન ફિશિંગ બોટો મુક્ત કરાવવામાં નિષ્ફળ નીવડી છે.

(7:14 pm IST)