Gujarati News

Gujarati News

News of Sunday, 19th January 2020

યમનમાં હુથી બળવાખોરોનો મસ્જિદ પર મિસાઈલ હુમલો : સેનાના 70 જવાનોના મોત : અનેક ઘાયલ

મારિબમાં મિલિટરી કેમ્પમાં સ્થિત મસ્જીદ પર નમાજ પઢવા દરમિયાન હુમલો

દુબઇ:યમનમાં મારીબમાં હુથી બળવાખોરોએ એક મસ્જીદને નિશાન બનાવી મિસાઇલ હુમલો કર્યો હતો આ હુમલામાં સેનાનાં ઓછામાં ઓછા 70 જવાનોના મોત થયા છે જ્યારે કેટલાય લોકો ઘાયલ થયા છે ઘાયલોને મારીબ શહેરની એક હોસ્પિટલમાં દાખલ કરાયા છે

 હોસ્પિટલના સુત્રોનાં જણાવ્યા પ્રમાણે રવિવારે ઓછામાં ઓછામાં 70 લોકોની મોત થઇ, યમનનાં પ્રમુખ અબેદ્રાબ્બો મંસુર હાદીએ આ કાયરતાપુર્વકનાં આતંકી હુમલાની નિંદા કરી છે.

મિલિટરી સુત્રોનાં જણાવ્યા અનુસાર શનિવારે મારિબમાં મિલિટરી કેમ્પમાં સ્થિત એક મસ્જીદ પર હુથી બળવાખોરોએ મિસાઇલથી હુમલો કર્યો. આ વિસ્તાર સનાથી 170 કિમી પુર્વમાં આવેલો છે, આ હુમલો સાંજે તે સમયે થયો જ્યારે લોકો નમાજ પઢી રહ્યા હતાં.

 અત્રે ઉલ્લેખનિય છે કે વર્ષ 2014માં સાઉદી અરબ સમર્થિત યમનનો ઇરાન સમર્થિત હુથીઓ સાથે સંઘર્ષ ચાલી રહ્યો છે,હુથી બળવાખોરોએ સનાનાં ઉત્તરી ભાગ પર કબજો કરી લીધો છે, આ હુમલામાં મૃત્યુ આંક વધી પણ શકે છે.

(6:13 pm IST)