Gujarati News

Gujarati News

News of Sunday, 19th January 2020

કાનપુરઃ છેડતીના આરોપીઓએ પીડિતાની માતાની હત્યા કરીઃ એન્કાઉન્ટરમાં ઝડપાયા

કાનપુરઃ ઉતરપ્રદેશના કાનપુરમા છેડતીનો શિકાર બનેલી સગીરાની માતા અને માસીને થોડા દિવસ પહેલા આરોપીઓએ માર મર્યો હતો. જેની સારવાર દરમ્યાન પીડીતાની માતાનુ મૃત્યુ થયુ હતુ. આ મામલે ત્રણેય આરોપીઓની ધરપકડ થઇ હતી. જયારે અન્ય બે આરોપીઓને એક એન્કાઉન્ટર દરમ્યાન ઝડપી લીધા હતા. પોલીસે ભાગી રહેલા આરોપી પરવેઝ અને આબીદના પગા ગોળી મારીને ઝડપયા હતા.  કાનપુરમા છેડતીના કેસમાં અત્યાર સુધીમાં ૬ ની ધરપકડ થઇ છે.  કાનપુરમા જાજમાઉ મા સાઇકલ રીપેરનુ કામ કરતા વ્યકિતની પુત્રી ઉપર ર૦૧૮ મા બળાત્કારનો પ્રયાસ થયો હતો. સગીરાની માતાએ  પોલીસ સ્ટેશનમાં મહબૂબ, મિન્ટુ, આબીદ અને જમીલ સામે ફરીયાદ નોંધાવી હતી. પોલીસે  આરોપીઓને ઝડપી લીધા હતા. અને પછી તમામને જામીન મળ્યા હતા. દરમ્યાન આરોપીઓએ પીડિતાની માતા પર હુમલો કર્યો હતો જેના બે આરોપી એન્કાઉન્ટરમાં ઝડપાઇ ગયા હતા

(1:21 pm IST)