Gujarati News

Gujarati News

News of Sunday, 19th January 2020

'રાહુલને સાંસદ બનાવી કોજીકોડે વિનાશ નોતર્યો'

કેએલએફમા રામચંદ્ર ગુહાનું વકતવ્યઃ સામ્રાજય ડૂબી રહ્યું હોવા છતાં સોનિયાના ચમચાઓ તમે બાદશાહ હોવાનું કહેતા ફરે છે

કોઝીકોડઃ કઠોર પરિશ્રમી  અને સ્વયંસિદ્ધ નરેન્દ્ર મોદી સામે પાંચમી પેઢીના વંશજ રાહુલ ગાંધીને ભારતીય રાજકારણમાં કોઇ ચાન્સ નથી અને રાહુલને સંસદમા ચૂંટી મોકલીને કેરળે આપતિજનક કામ કર્યુ છે. એમ ઇતિહાસકાર રામચંદ્ર ગુહાએ ગઇ કાલે જણાવેલ છે.  સ્વાતંત્ર્ય ચળવળ દરમ્યાન  મહાન પક્ષ રહેલા કોંગ્રેસનુંૅ આજે કે દયનીય કૌટુંબીક પેઢીમા થયેલું સંકોચન આજે ભારતમાં હીન્દુત્વ અને જિંગોઇઝમ ઉતરી આવવા માટેના કારણો પૈકી એક છે.

અંગત રીતે મારે રાહુલ ગાંધી વિરૂદ્ધ કંઇ નથી તેઓ એક સાલસ અને સુચ્ચારુ ઇન્સાન છે. પરંતુ યુવા ભારતને  કોઇ પાંચમી પેઢીનો વંશ જ નથી જોઇતો. ગુહાએ કરેલ લિટરેચર ફેસ્ટીવલના આજના બીજા દિવસે દેશભકિત વિ. દેશાભિાન વિષય પરની ટોકમાં બોલતા જણાવ્યુ હતુ.

ગુહાએ નેહરૂ-ગાંધી પરિવારની કથની સંદર્ભે પોતાના શિક્ષક અને ભારતીય સમાજસાસ્ત્રી આન્દ્રે બેટેલીને ટાંકયા હતા અને પિતાના પાપો સતત સાતમી પેઢી સુધી પજવતા રહે છે તેવા મતલબના  બાઇબલના કલાસિક આદેશને યાદ કર્યા હતા.

(1:21 pm IST)