Gujarati News

Gujarati News

News of Sunday, 19th January 2020

પાકિસ્‍તાની રાવલપીંડીની કોર્ટે કટ્ટરવાદી પંથી ઇસ્‍લામીક પાર્ટીના ૮૬ સભ્‍યોને અધધધ.. પપ વર્ષની સજા સંભળાવી : ચર્ચાસ્‍પદ આસિયા બીબી કેસના ચુકાદાને પડકારવા કટ્ટરપંથી સંગઠનના નેતા પીર ઓઝાઝ અશરફીનો હુંકાર

ઇસ્લામાબાદ,પાકિસ્તાનની એક અદાલતે કટ્ટરપંથી ઇસ્લામિક પાર્ટીનાં 86 સભ્યોને વર્ષ 2018માં હિંસક રેલીઓમાં ભાગ લેવાનાં કેસમાં 55 વર્ષની સજા સંભળાવી છે,પાર્ટીનાં એક નેતાએ જણાવ્યું કે ઇંશનિંદાનાં એક કેસમાં એક ઇસાઇ મહિલા આશિયા બીબીને મુક્ત કરવાનાં વિરૂધ્ધમાં રેલીઓ યોજી હતી,

રાવલપિંડીની એક અદાલતે આ ચુકાદો સંભળાવ્યો હતો, કેસની સુનાવણી એક વર્ષથી વધુ સમય સુંધી ચાલી, કટ્ટરપંથી તહરીક એ લબ્બૈક પાર્ટીનાં અગ્રણી નેતા પીર એઝાઝ અશરફીએ કહ્યું કે આ સજાને પડકારવામાં આવશે.

જે લોકોને સજા ફટકારવામાં આવી છે,તેમાં આમિર હુસૈન રીઝવીનો પણ સમાવેશ થાય છે. જે પાર્ટીનાં અગ્રણી નેતા ખાદિમ હુસૈન રિઝવીનો ભાઇ છે, અશરફીએ કહ્યું કે ન્યાય નથી થયો,અમે આ ચુકાદાને પડકારી છું 86 લોકો પર જાહેર સંપત્તીને નુકસાન પહોચાડવું,મારપીટ, અને ધરણા-પ્રદર્શનો કરીને જનજીવન ખોરવવાનાં આરોપ છે.

આશિયા બીબીને વર્ષ 2020માં ઇશનિંદાની દોષિત ઠરાઇ હતી અને ઇસ્લામનાં અપમાનનાં આરોપમાં મોતની સજા સંભળાવવામાં આવી હતી, અત્રે ઉલ્લેખનિય છે કે ખેતરમાં કામ કરતા મજુરોએ એ વાસણમાંથી પાણી પીવાનો ઇન્કાર કર્યો હતો જેમાંથી ખ્રીસ્તી મહિલા આશિયા બીબીએ પાણી પીધું હતું.

આ કારણે આસિયાબીબીનો તેમની સાથે ઝઘડો થયો હતો,લોકોએ તેનાં પર આરોપ લગાવ્યો હતો કે તેણે ઇશનિંદા કરી હતી, જો કે આશિયા બીબીએ તેનાં પર લગાવવામાં આવેલા તમામ આરોપથી ઇન્કાર કર્યા.

(11:53 am IST)