Gujarati News

Gujarati News

News of Sunday, 19th January 2020

બજેટ ર૦ર૦: હલવા રસમ પછી સોમવારથી શરૂ થશે બજેટઃ છપાઇનુ કામ તડામાર તૈયારીઓ

        નાણાકીય વર્ષ ર૦ર૦-ર૧ આમ બજેટની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે નાણામંત્રી નિર્મલા સીતારમણના નેતૃત્વમાં ર૦ જાન્યુઆરીના હલવા બનાવવાની રસમ સાથે બજેટ દસ્તાવેજોની છપાઇ શરૂ થઇ જશે. સીતારમણ ૧ ફબ્રુઆરીના બજેટ રજુ કરશે. બ્લોકમાં હલવા બનાવવાની રસમ દરમ્યાન નાણામંત્રી ઉપરાંત મંત્રાલયના અધિકારી અને કલાર્ક હાજર રહેશે.

        આ દરમ્યાન ઘણા મંત્રી પણ ઉપસ્થિત રહેશે. દર વર્ષે બજેટ માટે એના દસ્તાવેજોની છપાઇ પહેલા હલવા બનાવવાની પરંપરા ચાલી આવી રહી છે. હલવો તૈયાર થયા પછી તેનુ વિતરણ નાણામંત્રીસહીત અન્ય મંત્રીઓ અને અધીકારીઓમાં થાય છે. સામાન્ય રીતે હલવો બનાવવાની રસમ બજેટ નિર્માણમા લાગેલ અધિકારી જ સામેલ થાય છે. હલવો બન્યા પછી  નાણામંત્રાલયના પ૦ થી વધારે  લોકો બજેટ બનાવવામા દિવસ રાત લાગ્યા રહે છે. ૧૦ દિવસ માટે પ૦ અધિકારી - કર્મચારીને ઘરે જવાની પરવાનગી નથી. બેહદ વરિષ્ઠ અધિકારીઓને ઘર જવાની પરવાનગી મળે છે.

(12:00 am IST)