Gujarati News

Gujarati News

News of Sunday, 19th January 2020

CAAનો સાયલન્ટ વિરોધઃ સેપ્ટના પદવીદાનમાં કેટલાય વિદ્યાર્થીઓ કાળી પટ્ટી પહેરીને પહોંચ્યા

વિદ્યાર્થીઓએ કાળી પટ્ટી ધારણ કરતાં સેપ્ટની ફેકલ્ટીઝ તથા પ્રેસિડેન્ટ ચેરમેન સહિત ચીફ ગેસ્ટ બનેલાં ગીત શેઠ્ઠી પણ ચોંકી ઉઠયા

અમદાવાદઃ અમદાવાદ સ્થિત સેપ્ટ યુનિવર્સીટી ખાતે 14માં પદવીદાન સમારોહનું  આયોજન કરાયું હતું. આ ખાસ પ્રસંગે વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવા જાણીતા બિલિયર્ડ પ્લેટર ગીત શેઠી તેમજ સેપ્ટ યુનિવર્સીટીના પ્રેસિડેન્ટ બિમલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.ગીત શેઠિના હસ્તે અલગ અલગ વિષયોમાં ગોલ્ડ મેડલ મેળવનાર વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી

કુલ 484 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ છે જેમાં 2 વિદ્યાર્થીઓને એમ.ફીલ, 153 વિદ્યાર્થીઓને યુજી અને 329 વિદ્યાર્થીઓને પીજીની ડીગ્રી આપવામાં આવી હતી. પદવીદાન સમયે વિદ્યાર્થીઓને સંદેશો આપતા બિલિયર્ડ પ્લેયર ગીત શેઠિએ રમત સાથેના પોતાના કેટલાક અનુભવો વિદ્યાર્થીઓ સાથે શેર કર્યા હતા ત્યારબાદ વિદ્યાર્થીઓને પોતાના લક્ષ્‍ય માટે હંમેશા મહેનત કરતા રહેવા માટે પ્રેરિત કર્યા હતા. પરંતુ આ વચ્ચે કેટલાંક વિદ્યાર્થીઓ હાથમાં કાળી પટ્ટી પહેરેલાં નજરે પડ્યા હતા

  અમદાવાદમાં સેપ્ટ યુનિવસિર્ટીનાં પદવીદાન સમારોહમાં હાથમાં કાળી પટ્ટી બાંધીને વિદ્યાર્થીઓએ નાગરિકતા સંશોધન બિલનો સાયલન્ટ વિરોધ કર્યો હતો. આજે સેપ્ટ યુનિવસિર્ટીનાં યોજાયેલાં 14મા પદવીદાન સમારોહમાં 2 કલાક વિદ્યાર્થીઓ હાથમાં કાળી પટ્ટી બાંધીને બેઠા હતા

  . આ દરમિયાન જે વિદ્યાર્થીઓ CAAનો વિરોધ કરી રહ્યા હતા. તેમણે સ્ટેજ પર જઈને પદવી પણ મેળવી હતી. કુલ 18થી 20 જેટલાં વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં શાંતિ જાળવીને CAAના વિરોધ કરતાં નજરે પડ્યા હતા.કેટલાંક વિદ્યાર્થીઓએ આ અંગે બોલવાનો ઈન્કાર કર્યો હતો. તો કેટલાંક વિદ્યાર્થીઓએ JNUમાં વિદ્યાર્થીઓ પર થયેલાં અત્યાચારનો જવાબ આ રીતે આપવાનું નક્કી કર્યુ હતું.

ઉલ્લેખનીય છે કે 18થી 20 જેટલાં વિદ્યાર્થીઓએ આજે અચાનક કાળી પટ્ટી ધારણ કરતાં સેપ્ટની ફેકલ્ટીઝ તથા પ્રેસિડેન્ટ ચેરમેન સહિત ચીફ ગેસ્ટ બનેલાં ગીત શેઠ્ઠી પણ ચોંકી ઉઠયા હતા. વિરોધ કરી રહેલાં ફરહાદ નામના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે જે પ્રકારે JNUમાં વિદ્યાર્થીઓ પર અત્યાચાર થયો છે.. તે અંગે અમારો વિરોધ છે.

(11:34 pm IST)